ચૂંટણી પહેલા મેક્સિકોમાં ૧૩૩ નેતાઓની હત્યા

મેક્સિકો : મેક્સિકોમાં રવિવારે ચૂંટણી યોજાવાની છે પરંતુ મતદાન અગાઉ જ એક
રિપોર્ટથી દેશમાં હોબાળો મચી ગયો છે. આ રિપોર્ટ પ્રમાણે, ચૂંટણી અગાઉ જ કુલ ૧૩૩ નેતાઓની હત્યા કરી દેવાઈ છે. એટ્‌લેક્ટ સંસ્થાના એક અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.સંસ્થાના પ્રમાણે, દેશમાં વધી રહેલી હિસાએ રેકોર્ડ સ્તરે રાજનીતિને પણ પોતાની ઝપટમાં લીધી છે. હત્યાના આ કેસો સપ્ટેમ્બરમાં ઉમેદવારોના રજિસ્ટ્રેશનથી શરૂ કરીને ચૂંટણી પ્રચાર ખતમ થયો ત્યાં સુધીમાં નોંધવામાં આવ્યા છે. હાલમાં જ પશ્ચિમી રાજ્ય મિકોઆકૈનમાં એક મેયરની હત્યા કરી દેવાઈ હતી. મોટાભાગની હત્યાઓ સ્થાનિક સ્તરના નેતાઓની કરવામાં આવી છે. જે મોટાભાગે મેક્સિકોનાં શક્તિશાળી ડ્રગ્સ માફિયાઓનાં નિશાન પર રહે છે.ચૂંટણી સંબંધિત હિંસાનો અભ્યાસ કરનારી સંસ્થા એટલેક્ટે કહ્યું હતું કે મૃતકોમાં ૪૮ ઉમેદવારો હતા જેઓ ચૂંટણીમાં ઊભા રહ્યા હતાં, જેમાંથી ૨૮ની હત્યા પ્રારંભિક પ્રચાર દરમિયાન કરી દેવાઈ હતી અને ૨૦ ઉમેદવારોની હત્યા ચૂંટણી પ્રચારના મધ્યમાં કરાઈ હતી.