ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અધિકૃત વાહનોનો જ ઉપયોગ કરી શકશે

0
53

ભુજ : ભારતના ચૂંટણી પંચ તરફથી આગામી વિઘાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની તારીખો જાહેર થયેલ છે. જે મુજબ તા.૦૩/૧૧/૨૦૨૨ થી ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે અને જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. ચૂંટણીની કામગીરી તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. આગામી વિધાનાભા સામાન્ય ચૂંટણીની કામગીરી દરમ્યાન આદર્શ આચાર સંહિતાના અમલ માટે જરૂરી જાહેરનામા બહાર પાડવા માટે ભારતના ચૂંટણી પંચ તરફથી સૂચનાઓ આપવામાં આવેલ છે.

દિલીપ રાણા, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલી સત્તા અનુસાર નીચે મુજબનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. કોઈ પણ ચૂંટણી ઉમેદવાર/રાજકીય પક્ષો/રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકર, આગામી વિઘાનસભા સામાન્ય ચૂંટણીના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીની પુર્વ પરવાનગી મેળવ્યા સિવાય અને વાહન અધિકૃત કરાવ્યા સિવાય વાહનોનો ઉપયોગ કરી શક્શે નહી. જે વાહનો અધિકૃત કરવામાં આવેલ હોય તેની પરવાનગીની અસલ પ્રત અધિકૃત કરેલ વાહન ૫૨ ફરજિયાત લગાડવાની રહેશે. પરવાનગીની નકલ ચોંટાડવાની રહેશે નહી. વાહન અધિકૃત થયા અંગેની પરમીટ વાહન પર દુરથી ૨૫ષ્ટ રીતે જોઈ શકાય તે રીતે ચોંટાડવાની રહેશે. આ ૫રમીટની અંદર વાહનના નંબર અને ઉમેદવારનું નામ ફરજીયાત દર્શાવવાનું રહેશે. આ જાહેરનામાનો અમલ તા.૧૦/૧૨/૨૦૨૨ સુધી કરવાનો રહેશે.