શિણાય ડેમને તોડવાનો, માટી કાઢવાના નિર્ણયને લઈને સ્થાનિકના ખેડુતોએ ઠાલવેલ રોષ ભણી લાગણીઓને સાચા અર્થમાં ઠારવા માટે ધારાસભ્યએ કરવી જોઈએ મધ્યસ્થી? સરકારની સુચના અને ખેડુતો તથા સ્થાનિકોના હિતો બન્નેને સમતોલ રીતે સ્થાન મળે, સંતોષ થાય તે જોવાની જવાબદારી ધારાસભ્યની રહેલી છે..? પરંતુ આ બબાલ વખતે ગાંધીધામના ધારાસભ્ય કયાંય ન ડોકાતાં તરેહ તરેહના ઉઠયા સવાલો…!

ખાટલે મોટી ખોટ : જેઓ ગાંધીધામ નગરપાલીકા જેવા વિસ્તારના પાણી પ્રશ્નનો છતે પાણીએ ઉકેલ ન લાવી શકતા હોય, ઔદ્યોગીક સંકુલની પ્રજાને ટપ્પર છલોછલ હોવા છતા પાણીની સમસ્યા દસ-દસ દીવસની સતાવતી હોય છતા કંઈ જ ન થઈ શકતુ હોય, તેવા ધારાસભ્ય પાસે શિણાય રાજાશાહી ડેમના પ્રશ્નના ઉકેલની અપેક્ષાઓ પણ કહી શકાય વધુ પડતી જ…? નગરપાલીકા કક્ષાએ જેઓનુ કંઈ જ નથી ઉપજતું તેઓ રાજાશાહી શિણાય ડેમના ગુંચવણભર્યા પ્રશ્ન બાબતે શું ઉકાળી લેવાના હતા..?

શિણાય ડેમમાંથી માટી ઉપડી શકે તેમ ન હોય તો વેળાસર જ લીઝ વિસ્તારોમાં ન આવતી હેાય તેવા વિકલ્પોની ચકાસણીઓ ખુદ ધારાસભ્યએ સીમાડાઓ જાણકાર લોકો સાથે ખુંદીને શોધી આપવા જોઈએ : સરકારની ઈચ્છા પછી પણ આવા નાના સુના પ્રશ્નોને ન ઉકેલી શકાનાર ધારાસભ્ય થકી જ સરકારની પ્રતિષ્ઠાને પહોચતી હોય છે હાની..!

ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારની કમ નશીબી તો જુઓ…!, શિણાય ડેમનો પ્રશ્ન ગાંધીધામ વિસ્તારનો અને તેમાં દોડાદોડ કરી રહ્યા છે અન્ય ધારાસભ્ય

ગાંધીધામ : કચ્છના પ્રાણ પ્રશ્નોને લઈને હવે ધીરે ધીરે લોકજાગૃતી જ વધી રહી હોય તેવો તાલ થવાની સાથે જ પ્રજાકીય સ્થાનિક પદાધિકારીઓ પણ આડેહાથ ચડી રહ્યા હોવાની નોબત આવતી જોવાઈ રહી છે. કચ્છના મહત્વપૂર્ણ એવા પાણીના પ્રશ્નને લઈને ખુદ મુખ્યપ્રધાને કચ્છની સ્થાનિક નેતાગીરીનો બરાબરનો ઉધડો લેતા જોયા જાણ્યા વિના જ ઉતાવળીયા નિર્ણયો લેવાઈ ગયા હોય તેમ શિણાય ડેમ ખાલી કરવા અને તેની માટીનો ઉપયોગ કેનાલના કામોમાં લેવા માટેની તાકીદ કરવામા આવતા સ્થાનિકે તેનો જબ્બર વિરોધ થવા પાીમ ગયો હોવાનો વર્તારેા સામે આવવા પામી રહ્યો છે.આ બાબતે કામ કરનારને સ્થાનિક ભોગગ્રસ્તો દ્વારા જ અટકાવી દેવામા આવ્યા હોવાની વાત સામે આવી છેી ત્યારે બીજીતરફ હવે અહી સવાલો એ પણ ખડા થવા પામી રહ્યા છે કે, આવા જટીલ પ્રશ્નોના ઉકેલ માટે પણ ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય કેમ કયાંય નથી ડોકાતા? આવા સવાલો પણ થવા પામી રહ્યા છે. સરકાર ગાંધીનગર સચિવાલય કક્ષાએ કાર્યરત છે તેઓને સાચો ચિતાર સ્થાનિકના રાજકારણીઓએ જ આપોાનો હોય છે કે સ્થાનિકે સ્થિતી અને સંજોગો કેવા અને શુ રહેલા છે? સરકારે સૌના હિતમાં નિર્ણય સ્થાનિકના રાજકારણીઓના કેવાથી જ લીધો છે પણ હવે વિવાદ સર્જાયો હોય તો ભોગગ્રસ્તો તથા સરકારની વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ખાસ કરીને ધારાસભ્યને જ બજાવવાની હોય છે. સરકારની વાત સારી રીતે લોકો સુધી ન પહોંચાડી શકાનારા ધારાસભ્ય પ્રજાજનો માટે શુ કામના? આવા સવાલો પણ હવે ધેરાતા જોવાઈ રહ્યા છે.આ બાબતે ગામના સરપંચશ્રી ગોપાલભાઈને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સરકારશ્રી તરફથી શિણાય ડેમ બાબતે લેખિતમાં સુચના માત્ર અપાયેલી છે જે પત્ર સરકારી અધિકારીએ અમને બતાવેલ છે જેમાં લખ્યુ હતુ કે‘થતુ હોય તો કરવુ’. આમા રાતોરાત યુદ્ધના ધોરણે શિણાય ડેમમાંથી માટી ઉપાડવાની કામગીરી શરૂ કરવાનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકતમાં સરકાર અને આમપ્રજાજનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ધારાસભ્યએ બજાવવાની હોય છે પરતુ તેઓે આ બાબતે દેખાયા નથી તે અંગે પુછતા ગોપાલભાઈએ કહ્યુ હતુ કે, ચોકકસથી ધારાસભ્યશ્રીની પણ પુરતી જવાબદારી બની રહી છે કે, આટલા મોટા નિર્ણય સરકાર તરફથી લેવામા આવતા પહેલા સ્થાનિકના લોકોની સાથે મંથન કરવામા આવે, વાંધાઓ અને સુચનો સાંભળે અને બન્ને વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે તેને શ્રી ગોપાલભાઈએ પણ આવકારદાયક જ ગણાવી હતી.

શિણાય ડેમનું પાણી ખાલી કરવાના નિર્ણય સામે ધરતીપુત્રોમાં આક્રોશ

ખેડૂતોએ વાવેલ મખલખ પાકને થશે નુકશાન

ગાંધીધામ : ગાંધીધામના રાજાશાહી જમાનાના શિણાય ડેમમાંથી કેનાલના કામ માટે માટી લેવા માટે પાણી ખાલી કરવાના નિર્ણય સામે ધરતીપુત્રોમાં રોષ ફેલાયો છે.રાજાશાહી સમયના શિણાય ડેમ સાત કિલોમીટર જેટલો લાંબો છે. સારા ચોમાસાના પગલે હાલ ડેમમાં ૧૮ ફુટ જેટલું પાણી છે. આ પાણીથી ધરતીપુત્રો ખેતીકામ કરે છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા કેનાલ માટેની માટી ડેમમાંથી લેવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સ્થાનિક પંચાયત કે ધરતીપુત્રોને સાથે રાખવામાં ન આવતા ધરતીપુત્રોમાં રોષની લાગણી ફેલાઈ છે. હાલ ડેમ નજીકની સોસાયટીના પ૦૦ ઘરોને આ ડેમનું પાણી આપવામાં આવે છે. તથા આ પાણીની મદદથી ખેડૂતોએ મબલખ પાકનું વાવેતર કર્યું છે ત્યારે ડેમનું પાણી ખાલી કરવામાં આવશે તો રહેવાસીઓ, ધરતીપુત્રોની હાલત દયનીય બની જશે. ઉપરાંત ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવી પડશે. ઉપરાંત ઓગન તોડવાથી તમામ પાણી દરિયામાં વહી જશે. આમ નર્મદા નિગમના ડેમ ખાલી કરવાના નિર્ણયથી ખેડૂતો રોષે ભરાયેલા છે.

શિણાય ડેમને ખાલી કરવાની કામગીરીને ગ્રામજનોએ અટકાવી

ગાંધીધામ : ગાંધીધામ તાલુકાના શિણાય ગામ નજીક નર્મદા કેનાલ માટે માટી શિણાય ડેમમાંથી લેવા અંગે નર્મદા નિગમના નિર્ણય બાદ પાણી ખાલી કરવાની કામગીરીને ગ્રામજનો દ્વારા અટકાવી દેવામાં આવી હતી. શિણાય ડેમમાંથી કેનાલ માટે માટી લેવાના નર્મદા નિગમના દ્વારા મુખ્યમંત્રી સાથે બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાબતે ગ્રામ પંચાયત કે ધરતીપુત્રોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. ચોમાસામાં સારા વરસાદ બાદ ડેમમાં ૧૮ ફૂટ પાણીની આવક થઈ છે. ત્યારે ડેમ ખાલી કરવાની કામગીરી નિગમ દ્વારા શરૂ કરવામાં આવતા સ્થળ ઉપર ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા અને કામગીરીને અટકાવી દીધી હતી. ડેમ ખાલી થયા બાદ શું ડેમ ફરી ભરવામાં આવશે. ખેડૂતોના પાકને નુકશાન સહિતના પ્રશ્નો ગ્રામજનો દ્વારા જવાબદાર તંત્રો સામે રજૂઆત કરાશે.

શિણાય ડેમ મુદ્દે વહીવટીતંત્ર હરકતમાંઃ ખેડુતો સાથે યોજાઈ બેઠક

અંજારના પ્રાંત અધિકારી, મામલદાર, ડીવાયએસપી શ્રી વાઘેલા સહિતનાઓ બેઠકમાં રહ્યા હાજર : વિકલ્પો બાબતે થયા પરામર્શ
ગાંધીધામ : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કચ્છના નર્મદાના અટકેલા પ્રશ્નો મુદે સ્થાનિક રાજકીય આગેવાનો સાથે બેઠક યોજી અને તેઓને વેળાસર ગતિમય કામો કરવાની સુચના આપતા શિણાય ડેમમાંથી માટી ઉપાડીને બ્રાન્ચ કેનાલના કામોમાં લેવાની કામગીરી શરૂ થતા જ અહી ભોગગ્રસ્તો દ્વારા આ કાર્યવાહીનો વિરોધ થવા પામી ગયો છે. તે દરમ્યાન જ હવે આજ રોજ શિણાયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજવામા આવી હતી. આજની બેઠકમાં અંજારના પ્રાંત અધિકારી શ્રી જોષી, ડીવાયએસપી શ્રી વાઘેલા, મામલતદાર શ્રી ચિરાગભાઈ, ગામના સરપંચ ગોપાલભાઈ હડીયા, તલાટીશ્રી તથા ભોગગ્રસ્તો અને ખેડુતો સહીતનાઓ હાજર રહ્યા હતા.આ બાબતે શિણાય ગામના સરપંચ ગોપાલભાઈ રામજીભાઈ હડીયાને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, શિણાય ડેમમાથી માટી લેવા તેને ખાલી કરવો કે તોડવાનો નિર્ણય સહેજ ઉતાવળીયો લાગે છે. અહીના ૧૦૦થી વધુ ભોગગ્રસ્તો, ખેડુતોએ સાથે રહી અને આજ રોજ યોજાયેલી બેઠકમાં રજુઆત કરવામા આવી હતી. શિણાય ડેમ મામલે થઈ રહેલી કાર્યવાહીને લઈને સમય આપવામાં આવે, સારા-નરસા પાસાઓની ચકાસણી કરવામા આવે તથા માટી માટે વિકલ્પો શોધાવામાં આવે તેવી રજુઆતો થવા પામી હોવાનુ ગામના સરપંચશ્રી ગોપાલભાઈ દ્વારા જણાવાયુ છે.