ચૂંટણીલક્ષી બદલીઓના દોરમાં કચ્છના  ર૩ પીએસઆઈ બદલ્યા : ૧૬ નવા આવ્યા

ભુજ : ચુંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજ્યના  ગૃહ વિભાગ દ્વારા વિવિધ
પોલીસ મથકોમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ૫૩૨ કર્મચારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. તો કચ્છના  પુર્વ અને પશ્ચિમ વિભાગમાં ફરજ બજાવતા ૨૩ પીએસઆઈની વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. જેમાં  પશ્ચિમ કચ્છમાંથી ૧૪ અને પૂર્વ કચ્છમાં ૯ પીએસઆઈની બદલી કરાઈ છે. જ્યારે પૂર્વ કચ્છમાં ૯ પીએસઆઈની ભરતી કરાઈ છે. જ્યારે પશ્ચિમ કચ્છમાં ૭  પીએસઆઈની ભરતી કરવામાં આવી છે. તો બદલી પામેલા ૨૩ પીએસઆઈમાંથી ૧૪  પીએસઆઈને સુરત મુકવામાં આવ્યા છે. જ્યારે પુર્વ અને પશ્ચિમ કચ્છમાં ૧૬ નવા  પીએસઆઈને નિમણૂંક
આપવામાં આવી છે. જ્યારે ૭  પીએસઆઈની વસલાડ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને દાહોદમાં બદલી કરવામાં આવી છે.