ચૂંટણીમાં હારી ચુકેલા આગેવાનના ત્રાસથી રોહાતળવાસીઓને પાણી મળતું નથી

સ્થાનિકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી સમસ્યા નિવારવા કરી માગણી

 

ભુજ : એક તરફ કચ્છમાં આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે, ત્યારે કચ્છને મળતું નર્મદાનું પાણી પણ સરકાર દ્વારા બંધ કરાયું છે. ત્યારે દુષ્કાળની આ પરિસ્થિતિમાં ભુજ તાલુકાના ખાવડા વિસ્તારના રતળીયા ગ્રામ પંચાયતના રોહાતળ મોટીના મોડાણીવાસ, વાઘાણીવાસ, કાનાણીવાસ, મલુકવાસ, ભોજાણીવાસમાં માથાભારે શખ્સોને કારણે પાણીની તંગી ઉપસ્થિત થઈ છે. હાલ સ્થાનિક લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.
ગત જિલ્લા પંચાયતની ચુંટણીમાં હારી ચુકેલા ગામના જ રહેવાસી અને ભુજ તાલુકા ભાજપ લઘુમતિ સેલના પ્રમુખનો હોદો ધરાવતા માથાભારે વ્યક્તિ સમા હાજી વેરસી આ વિસ્તારોમાં પાણી પહોંચાડવા દેતા નથી, અને પાણી પુરવઠાના ટાંકા તેમજ અવાડા સુધી પણ પાણી પહોંચતું નથી. જે સંદર્ભે સ્થાનિક લોકોએ ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલને લેખિતમાં રજૂઆત કરીને સ્થાનિક લોકોને પાણી મળે તેવી માંગ કરી છે.