“ચૂંટણીની રાષ્ટ્રીય કામગીરીમાં ચૂક ન કરજો” : ગાંધીધામમાં ચૂંટણીકામગીરીનો અંતિમ તખ્તો ઃઆર.ઓ.સહીતનાઓનું જે-તે મતવિસ્તારમાં પ્રસ્થાન

આદીપુરની મૈત્રી સ્કુલ ખાતે આજે વહેલી સવારે સાત વાગ્યાથી ગાંધીધામ તાલુકાના કર્મચારીઓને જે-તે વિધાનસભા મતવિસ્તારમાં બસ મારફતે કરાયા રવાના

ગાંધીધામઃ વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આજ રોજ ગુરૂવારથી કર્મચારીઓને સોપાયેલા વિધાનસભા ક્ષેત્રમાં મોકલવાની શરૂઆત કરવામા આવી રહી છે. ગાંધીધામ ાતે આજ સવારથી જ અન્ય તાલુકામાં ઓર્ડર નીકળ્યા હોય તેવા કર્મચારીઓને બસમાં પ્રસ્થાન કરાવવામા આવી રહ્યુ છે. તથા અન્ય તાલુકામાંથી પણ કર્મચારીઓ સાંજ સધીમાં ગાંધીધામ રીસીવીંગ અને ડીસ્પેચીંગ સેન્ટર પહોંચી આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આગામી ૯/૧રના યોજાનાર પ્રથમ તબક્કાની ચૂંટણીના પગલે આખરી તૈયારીઓ આટોપવામા આવી રહી છે. જિલલાકક્ષાએથી ગાંધીધામ તાલુકાના કર્મચારીઓને થર્ડ રેન્ડમાઇજેશનમા ફરજ સોપવામા આવી રહી છે. જેના આધારે જે કર્મચારીઓને ગાંધીધામ સિવાયના તાલુકામા ફરજ સોપવામા આવી છે તેવા કર્મચારીઓને આજે સવારે સાત વાગ્યે આદીપુરની મૈત્રી કેમ્પસમાં હાજર થઈ જવાની સુચના આપવામા આવી હતી.