ચુબડક જુગાર વીજિલન્સ તવાઈ કેસ : પશ્ચિમ કચ્છ એસપીશ્રી સૌરભસિંગની લાલઆંખ : બેને પાણીચું

હાઈપ્રોફાઈલ જુગાર કલબ પર રાજય સ્તરની ટીમે દરોડા બોલાવતા પદ્વર પોલીસ મથકના પીએસઆઈ અને બીટ જમાદારને લાપરવાહી-નિષ્કાળજી બદલ કરાયા સસ્પેન્ડઃ પ્રાથમિક તબક્કે ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવાયા છે : શ્રી સૌરભસિંગ(પશ્ચીમ કચ્છ એસપી)

ફાર્મહાઉસમાં આટઆટલા મોટા પ્રમાણમાં ખેલીઓ જુગારના પડ માંડે, અને તેની જાણ વિજિલન્સની ટુકડી સુધી થઈ જાય, સબંધિત પોલીસ થાણું અજાણ રહી જાય, તે કેમ બને? હકીકતમાં તો આવી જુગાર કલબોમાં અમુક ખાખીધારીઓ ભાગીદારી જ ધરાવતા હોવાની છે ચકચાર : સુરેન્દ્રની છત્રછાયામાં આ જુગાર કલબ મોટામાથાઓના ઈશારો પદ્વર-રતનાલ ની હદમાં લાંબા સમયાંતરે ખેલાતી રહેતી હેાવાીન છે ચકચાર : રતનાલમાં ધોંષ વધે તો પદ્વરની હદમાં સ્થાળંતરિત થઈ જાય અને પદ્વરમાં પ્રેસર આવે તો રતનાલ પટ્ટામાં આ કલબને ખસેડી દેવાથી હોવાની છે ચકચાર

ગાંધીધામ : ભુજ તાલુકાના ચુબડક નજીક સ્ટેટ મોનીટરીગની ટીમે દરોડો પાડી અને વાડીમાથી જુગાર રમતા ખેલીઓ પાસેથી અડધા કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરાયો હતો જે કેસમા બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. પીએસઆઈ તથા બીટ જમાદારને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનુ માલુમ પડી રહ્યુ છે. જુગારધામની માહીતી આ સ્થાનિક અધિકારી-કર્મચારી પાસે ન હોવાથી તેમને પાણીચુ આપી દેવામા આવ્યુ છે.આ બાબતે પશ્ચીમ કચ્છ એસપીશ્રી સૌરભસીંગની સાથે ટેલીફોનીક વાતચીત કરવામા આવતા તેઓએ કહ્યુ હતુ કે, જુગાર રેડ રાજયસ્તરની ટુકડીએ કરી છે ત્યારે સ્થાનિક પોલીસની બેદરકારી અને નિષ્કાળજીને જોતા હાલમાં બેને સસ્પેન્ડ કરી દીધા હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. હવે આ જુગાર કલબમાં આગળની તપાસ ચાલુ છે તેમા જેની સંડોવણીઓ વધુ બહાર આવશે તે અનુસાર કાર્યવાહી કરવામા આવશે તેવુ શ્રી સીગે જણાવ્યુ હતુ.જો કે, બીજીતરફ જાણકારો એમ કહે છે કે, આ જુગાર કલબ મોટા માથાઓની શેહ અને છત્રછાયા તળે જ ચલાવાતી હોવાનુ કહેવાય છે. સુરેન્દ્ર નામના શખ્સ દ્વારા જ આ જુગારની કલબ ધમધમતી હોવાનુ મનાય છે. સુરેન્દ્રને આ જુગાર કલબના અડડાના આંખ આડા કાન કરવાના મહિને પ્રસાદી મોટી મળી જતી હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, જયારે પણ આ કલબ રતનાલ પટ્ટમાં ચાલે અને દબાણ આવે એટલે પદ્વરની હદમાં ખસેડી દેવામા આવતી હતી અને પદ્વર પટ્ટામાં દબાણ આવે તો રતનાલ વાડી વિસ્તારોમાં ખસેડી દેવાની ગોઠવણીથી લાંબા સમયથી ચાલતી હોવાનુ ચર્ચાય છે. હવે જયારે એસપીશ્રીએ અહીના લાપરવાહ સામે લાલઆંખ કરી છે ત્યારે આવી જુગાર કલબ ફરીથી અહી ન ધમધમી શકે તે માટે કડકાઈ ભરી કાર્યવાહી હાથ ધરે તે વધારે ઈચ્છનયી બની રહ્યુ છે.