ચુડવા સીમમાં શરાબ સાથે પકડાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરાશે

ગાંધીધામ : પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એ ડિવિઝન પીઆઈ બી.એસ. સુથારને મળેલ બાતમી આધારે ડીસ્ટાફના સહાયક ફોજદાર મંગલભાઈ વિંઝોડા તથા સ્ટાફે છાપો મારી ચુડવા સીમ સર્વ નંબર ૧૮૬-૧૮૭માં આવેલ એચ.કે. ટીમ્બર્સ બાજુમાં બાવળની ઝાડીમાંથી ૧ર૦ બોટલ શરાબ તથા ૧૪૪ ટીન બીયર મળી પ૬,૪૦૦ના મુદ્દામાલ સાથે સોનારામ સુજારામ બિષ્નોઈ (રહે. મુળ રાજસ્થાન)ને ઝડપી પાડ્યો હતો. દારૂનો જથ્થો કયાંથી મેળવેલ અને ડિલીવરી કોને આપવાની હતી તે વિગતો જાણવા આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરેલાનું પોલીસે જણાવ્યું હતું.