ચીન સામે ભારતીય હવાઈ તાકાતનું પ્રદર્શન

નવી દિલ્હી : પશ્ચિમી સરહદ પર પાકિસ્તાનની સાથે એરકોમ્બેટ ઓપરેશન્સમાં
વૃદ્ધિની વચ્ચે છેલ્લા ૭૨ કલાકમાં એકબાજુ ભારતના ફાઇટર જેટ્‌સે પાંચ હજાર ઉડાણ ભરી છે. બીજી બાજુ હવાઇ દળે ફાઇટર જેટ્‌સ વિમાનોને પૂર્વીય સરહદ પર મોકલી દેવાની શરૂઆત કરી દીધી છે. હવાઇ દળે ફરી એકવાર લડાખતી ચીન સરહદ પર અરૂણાચલ પ્રદેશમાં તાકાતમાં વધારો કરી દીધો છે. હકીકતમાં આ ગગનશક્તિ અભ્યાસના એક હિસ્સા તરીકે છે. અત્રે નોંધનીય છે કે ભારત બે બાજુથી વિદેશી સરહદ પર પોતાની સૈન્ય શક્તિમાં સંતુલન જાળવી રાખવાના પ્રયાસમાં છે. સરહદ પર સૌથી ખરાબ હાલત ટ્રુ ફ્રન્ટ વોરની સ્થિતીમાં થઇ શકે છે. એ વખતે સેનાને પશ્ચિમી અથવા તો પૂર્વીય સરહદ પર મોકલી દેવાની જરૂર હોય છે. છતાં ભારતીય હવાઇ દળની પૂર્ણ વોર મશીનરી હાલમાં પેન ઇન્ડિયા એક્સરસાઇંઝ ગગન શક્તિમાં મુકવામાં આવી છે.