ચીને મિસાઈલ ડિફેન્સને ભેદી શકે એવા યુદ્ધ વિમાનનું પરીક્ષણ કર્યું

બેઈજિંગ : ચીને જાહેર કર્યું છે કે તેણે પોતાના પ્રથમ અત્યાધુનિક સુપરસોનિક વિમાનનું પરીક્ષણ કર્યું છે જે પરમાણુ શસ્ત્રો લી જવામાં અને હાલમાં કોઈપણ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સક્ષમ છે. ચાઈના એકેડમી ઓફ એરોસ્પેસ એરોડાયનેમિક્સ (સીએએએ)એ એક નિવેદનમાં કહ્યું હતું કે શિંગકોંગ-૨ વિમાન ઉત્તર પશ્ચિમ ચીનના એક પરીક્ષણ સ્થળેથી લોન્ચ કરાયું હતું. એક રોકેટ દ્વારા આ વિમાન લોન્ચ કરાયું હતું. તે સ્વતંત્ર રીતે ઉડ્‌યું હતું. ચાઈનીઝ મીડિયાએ દાવો કર્યો હતો કે આ વિમાનનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું. સુપરસોનિક વિમાનની ડિઝાઈન સીએએએ દ્વારા ચાઈના એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી કોર્પોરેશન સાથે સહયોગ સાધીને તૈયાર કરાઈ છે.