ચીનમાં નમો-નમો : જિનપીંગે કર્યુ સ્વાગત

શ્યામન (ચીન) : ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતના એક દિવસ  પહેલા સકારાત્મક સંકેત  આપવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે બ્રિકસ દેશોએ જણાવ્યું કે બ્રિકસ દેશોએ એક સાથે મળીને,  વિસ્તૃત, એકબીજાના સહયોગવાળી અને મજબૂત સુરક્ષા પર આધારિત વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને યથાવત રાખવા જોઈએ. જિનપિંગે રવિવારે બ્રિકસ બિઝનેસ ફોરમના ઉધ્ઘાટન પર કહ્યું, ‘બ્રિકસ દેશ આંતરાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન આપનારી વૈશ્વિક શાંતિને લઈને પ્રતિબદ્ઘ છે.’શી જિનપિંગની આ ટિપ્પણી અને ચીન ભારત વચ્ચે ૭૫ દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદ અને ઉત્ત્‌।ર કોરિયાની હાલની પરમાણુ પરીક્ષણને ધ્યાનમાં રાખી છે. ચીન બ્રિકસ સમિટ દરમિયાન ઉત્તર કોરિયાને લઈને વિવાદ નથી ઈચ્છતું અને તેના કારણે પરમાણુ પરીક્ષણની નિંદા કરવામાં મોડું ન કર્યું.સિક્કિમની નજીક ડોકલામમાં ચીન સેનાનો રસ્તો બનાવવાના કારણે શરુ થયેલો વિવાદ ૨૮ ઓગસ્ટે ભારત અને ચીનની સમજૂતિ બાદ સેના હટાવવાથી સમાપ્ત થયો હતો.