ચીનની સરકારે જેકમાની કંપની એલીબાબાને ફટકાર્યો ૨.૭૮ અબજ ડોલરનો દંડ

(જી.એન.એસ)બીજિંગ,ચીનની સામ્યવાદી સરકારે, જેકમાની કંપની અલીબાબા વિરુધ્ધ એકાધિકારના મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચીનની સામ્યવાદી સરકારે, અલીબાબા ગ્રુપની ઈ-કોમર્સ કંપનીને એકાધિકાર ભંગના મુદ્દે ૧૮.૨ બિલીયન યુઆન ( ૨ અબજ ૭૮ કરોડ ડોલર) નો દંડ કર્યો હોવાનુ આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ ટવીટ કરીને જાહેર કર્યુ છે.બજાર નિયંત્રણો અંગે ચીનના સત્તાધીશોએ ગત ડિસેમ્બર મહિનામાં અલીબાબા (છઙ્મૈહ્વટ્ઠહ્વટ્ઠ) વિરુધ્ધ તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે ૧૮.૨ બિલયન યુઆનનો દંડ ફટકારવાનું નક્કી કરાયુ. ૨૦૧૫ બાદ, અલીબાબા ગ્રુપે વૈશ્વિક બજારમાં પોતાની સ્થિતિનો ગેરફાયદો લીધો હતો. અને પોતાના હરીફ એવી ઈ કોમર્સ કંપનીની સાઈટમાં પરેશાની ઊભી કરતા હતા.૨૦૧૫ બાદ આટલી મોટી માત્રામાં દંડ ફટકારવાનો આ પ્રથમ કિસ્સો છે. આ અગાઉ કોલકોમને આશરે ત્રણ અબજ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હોવાની વિગતો છે.અલીબાબા ગ્રુપે પોતાના સત્તાવાર સો.મિડીયા એકાઉન્ટ મારફતે ચીનની સરકારે ફટકારેલ દંડ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યુ, અમે ઈમાનદારીથી આ સજાનો સ્વીકાર કરીએ છીએ, અને સજાનુ દ્‌ઢતાથી પાલન કરીશુ