ચીનની મહત્ત્વકાંક્ષાને લીધે અન્ય દેશોના દેવાં વધે છેઃ આઇએમએફ

બીજિંગઃ મહત્વાકાંક્ષી ગ્લોબલ ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે સમસ્યાપૂર્ણ દેવાંમાં વધારો કરીને અન્ય દેશોને ડરાવવા બદલ ઈન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટીન લેગાર્ડેએ ગુરુવારે ચીનને ચેતવણી આપી હતી. એશિયા, આફ્રિકા અને યુરોપ્ના ડઝનબંધ દેશમાંથી પસાર થતા એક ટ્રિલ્યન ડૉલરના રેલ, રોડ, અને ક્ધસ્ટ્રક્શને લગતા ચીનના પ્રમુખ શી જિન્પિંગના મહત્વાકાંક્ષી બૅલ્ટ ઍન્ડ રોડ ઈનિશિયેટિવ પ્રોજેક્ટ અંગે લેગાર્ડે બીજિંગ પરિષદમાં ચેતવણી આપતું નિવેદન કર્યું હતું.