ચીનની નવી મિસાઇલ ભારત, US, જાપાન માટે ખતરો

બેઇજિંગ : ચીનની નવી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ માત્ર અમેરિકાની સુરક્ષા માટે  પડકારરૂપ નથી પરંતુ તે  જાપાન અને ભારતને પણ ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે. ટોકિયો સ્થિત  ધ ડિપ્લોમેટ મેગેઝિને ચીનમાં ગત વર્ષના અંતે બે મિસાઈલના
પરીક્ષણનો અહેવાલ છાપ્યો હતો. ત્યારબાદ ‘સાઉથ ચાઈના મોર્નિંગ
પોસ્ટ’માં મંગળવારે આ  રિપોર્ટ છપાયો છે. અમેરિકાના ગુપ્ચતર સૂત્રોને ટાંકીને ‘ધ ડિપ્લોમેટે’ ગત મહિને જણાવાયું હતું કે પીપલ્સ લિબરેશન આર્મી
(પીએલએ)ના રોકેટ ફોર્સે ૧લી નવેમ્બરના પ્રથમ અને બે સપ્તાહ બાદ બીજું પરીક્ષણ કર્યું હતું. બન્ને પરીક્ષણ સફળ રહ્યા હતા DF-૧૭ ૨૦૨૦ આસપાસ કાર્યરત થઈ શકશે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ મંગળવારે આ અંગે કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું કે આ બાબત માટે રક્ષા મંત્રાલયનો સંપર્ક કરવો જોઈએ.