ચીનની જાપાનને પરમાણુ હુમલાની ધમકી

ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હુમલાની ધમકી પહેલીવાર સામે આવી

(એજન્સી દ્વારા) બેઈજિંગ : દુનિયાને કોરોના મહામારીમાં ધકેલનારું ચીન પરમાણુ હુમલાની કહાની પણ રચી શકે છે. ચીને તાઈવાન મુદ્દે જાપાન પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ એક વીડિયો બહાર
પાડ્યો છે. જેમાં કહેવાયું છે કે જો જાપાન તાઈવાનની મદદ કરવાની ભૂલ કરશે તો તેના પર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવશે. આમ તો ચીન તાઈવાન મુદ્દે હંમેશાથી આક્રમક રહે છે પરંતુ આ પ્રકારની પરમાણુ હુમલાની ધમકી કદાચ પહેલીવાર સામે આવી છે. ‘Fox News’ ના એક રિપોર્ટ મુજબ CPC ની મંજૂરીથી આ વીડિયો એક ચેનલ પર ચલાવવામાં આવ્યો છે. વીડિયોમાં કહેવાયું છે કે અમે સૌથી પહેલા પરમાણુ બોમ્બનો ઉપયોગ કરીશું. અમે સતત પરમાણુ બોમ્બનો ઉપયોગ કરતા રહીશું અને ત્યાં સુધી કરતા રહીશું જ્યાં સુધી જાપાન કોઈ પણ શરત વગર આત્મસમર્પણ ન કરે. તાઈવાન ન્યૂઝનું કહેવું છે કે આ વીડિયોને ચીનના પ્લેટફોર્મ ઠૈખ્તેટ્ઠ પર ૨ મિલિયન વ્યૂઝ મળ્યા બાદ ડિલિટ કરી દેવાયો હતો પરંતુ વીડિયોની કોપી યુટ્યૂબ અને ટિ્‌વટર પર અપલોડ કરી દેવાઈ છે.