ચિદમ્બરમે એરસેલ કેસ માટે ૧.૧૩ કરોડ લીધાનો ઘટસ્ફોટ

નવી દિલ્હી : એરસેલ-મેક્સીસ ડીલના મામલે પૂર્વ કેન્દ્રિય પ્રધાન પી. ચિદમ્બરમની મુશ્કેલી હજુ ઓછી થઇ રહી નથી. હવે તપાસ સંસ્થા સીબીઆઇએ આક્ષેપ કરતા કહ્યુ છે કે ચિદમ્બરમે વ્યક્તિગતરીતે લાંચ લીધી હતી. સીબીઆઇએ ૧.૧૩ કરોડની વ્યક્તિગતરીતે લાંચ લેવાનો તેમના પર આક્ષેપ કર્યો છે. તપાસ સંસ્થાઓ કહ્યુ છે કે મેક્સીસ તરફથી એરસેલમાં ગેરકાયદે રીતે પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજુરી મળી ગયા બાદ ચિદમ્બરમના પુત્ર કાર્તિએ લાંચ લીધી હતી. મેક્સીસને એરસેલમાં ૩૫૬૦ કરોડ રૂપિયાના રોકાણની મંજુરી મળી હતી. કેન્દ્રિય તપાસ સંસ્થાએ આક્ષેપ કરતા કહ્યુ છે કે ચિદમ્બરમને વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ વચ્ચેના ગાળામાં આ રકમ આપવામાં આવી હતી. આ રકમ એવા નાણાના હિસ્સા તરીકે હતી જેને કાર્તિના નિયંત્રણવાળી કંપનીમાં રોકવામાં આવી હતી. આ રકમ ભારતમાં તો રોકવામા ંઆઈવી હતી પરંતુ સાથે સાથે વિદેશમાં પણ રકમ મોકલી દેવામાં આવી હતી. અ૬ે નોંધનીય છે કે ચિદમ્બરમ સતત કહેતા રહ્યા છે કે એરસેલ મેક્સીસ ડીલમાં કોઇ પણ પ્રકારની ગેરરિતી થઇ ન હતી. સોમવારના દિવસે પણ ટિ્‌વટ કરીને ચિદમ્બરમને આ મુજબની સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. તેમણે ટ્‌વીટ કરીને ખુલાસો કર્યો હતો કે વિદેશી મુડીરોકાણ પ્રોત્સાહન બાર્ડ દ્વારા તેમને આ રોકાણ મામલે દરખાસ્ત આપવામાં આવી હતી. આ દરખાસ્ત એવી ૨૦ અન્ય દરખાસ્તમાં સામેલ હતી જે તેમની પાસે મંજુરી માટે આવી હતી. એરસેલ-મેક્સીસ ડીલ પર મંજુરીના બદલે લાંચના નામે ચેપ્ટરમાં સીબીઆઇ દ્વારા કેટલીક ચોંકાવનારી વાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે એડવાન્ટેજ સ્ટેટેજિનક કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમીટેડે મેનેજમેન્ટ કન્સલ્ટેન્સીના નામ પર એરસેલ પાસેથી ૨૯મી માર્ચ ૨૦૦૬થી ૨૭.૫૫ લાખ રૂપિયા હાંસલ કર્યા