ચાલુ ટ્રેનમાં ફિલ્મી સ્ટાઈલમાં થઈ કરોડોની ચોરી, બે આરોપીઓને બંગાળથી દબોચ્યા

(જી.એન.એસ.) અમદાવાદ, ગુજરાત રેલવે પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. ફિલ્મી સ્ટાઈલમાં થયેલા કરોડોની ચોરી ભેદ ઉકેલી કાઢયો છે. ગત ૮ એપ્રિલના રોજ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને જેમાં ૪.૭૪ કરોડ રૂપિયાના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી.મળતી માહિતી પ્રમાણે કાંતિ અમૃતિયા આંગડિયા પેઢીના કર્મચારીઓ મુંબઈથી આંગડિયા લઈને અમદાવાદ આવી રહ્યાં હતાં અને જે લોકો સૌરાષ્ટ્ર મેલમાં આવી રહ્યા હતા. ભરૂચ સ્ટેશન બાદ તે લોકો સુઈ ગયા હતા અને ત્યાર બાદ જયારે જાગ્યા ત્યારે ખબર પડી કે તેમની બેગ ચોરી થઈ ગઈ છે જેથી તેમને રેલવે પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરી હતી આ મામલે રેલવે એસપી દ્વારા સ્પેશ્યલ ટીમ બનાવી આ ગુના ને શોધવા કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રેલવે જૈ ફતેસિંહ પારધી સહિત અન્ય અધિકારીઓ જોડાઈ તપાસ માટે ગયા હતા.તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ બંગાળના હોવાનું સામે આવ્યું હતું જેથી ટીમ બંગાળ પહોંચી ગઈ હતી અને જયાં ૨ આરોપીઓ વેશ બદલી ત્યાં રોકાઈ ગયા હતા અને જેમને પકડી તેમની પાસે થી ૪.૬૪ કરોડના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યા હતા.તેમની તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મુંબઈમાં જયાં આંગડિયાની ઓફીસ છે ત્યાં નાસ્તાનો વેપાર કરી રેકી કરી રહ્યા હતા અને તેમને ખ્યાલ હતો કે આંગડિયા ક્યાં અને કઈ રીતે જાય છે જેથી તેમને રેકી કર્યા બાદ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોન્ટુ હલદાર અને અશોક સરકાર ને પકડી કાર્યવાહી કરી છે. પરંતુ નોંધનીય વાત તો યે છે કે પોલીસને ત્યાંની કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા નથી અને આરોપીઓ ને જામીન ઉપર મુક્ત કરી દીધા છે.