ચાલુ કેલેન્ડર વર્ષમાં સુપ્રીમ કોર્ટના સાત જજ નિવૃત્ત થશે

નવીદિલ્હી : ચાલુ કેલેન્ડર વર્ષ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના સાત જજ નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં હાલમાં પણ છ જજની તંગી છે. તેમાં બે જજની નિમણૂક સરકાર સમક્ષ પેન્ડિંગ છે. સૌપ્રથમ ૧ માર્ચે જસ્ટિસ અમિતાવ રોય નિવૃત્ત થશે. જસ્ટિસ રોય માટે આમ તો આગામી શુક્રવાર છેલ્લો દિવસ હતો. ત્યાર પછી ૪ મેના રોજ જસ્ટિસ રાજેશ અગ્રવાલ નિવૃત્ત થશે. જસ્ટિસ જે. ચેલમેશ્વર બાવીસમી જૂને નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ હાલમાં ચીફ જસ્ટિસ પછી સૌથી સીનિયર જજ છે. ૬ જુલાઈએ જસ્ટિસ આદર્શ ગોયલ નિવૃત્ત થશે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા પોતે બીજી ઓક્ટરના રોજ નિવૃત્ત થશે. ત્યાર પછી ૨૯ નવેમ્બરે જસ્ટિસ કુરિયન જોસેફ અને ૩૦ ડિસેમ્બરે જસ્ટિસ મદન લોકુરનો કાર્યકાળ પૂરો થશે.