ચારા કાંડ : સીબીઆઈ કોર્ટમાં લાલૂ પેશ

નવી દિલ્હી : આરજેડીના ત્રણ નેતા ઘાસચારા કૌભાંડ કેસના સંદર્ભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગુરૂવારના દિવસે પણ લાલૂ યાદવ કોર્ટમાં ઉપસ્થિત થયા હતાં.
લાલૂ યાદવને હવે ૨૫મી ઓગસ્ટના દિવસે ઉપસ્થિત થવા માટે કહેવામાં આવ્યું છેલાલુએ ૨૭મી ઓગસ્ટ પછીની તારીખ માંગી હતી. કારણ કે, તેમની રેલી પટણામાં યોજાનાર છે.બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડના ત્રણ કેસોમાં ટ્રાયલનો સામનો કરી રહ્યા છે આ સંદર્ભે સીબીઆઇ કોર્ટમાં ઉપસ્થિત થયા હતાં.દીયોઘર તિજોરીમાંથી ૯૫ લાખ, ચાઈબાસ તિજોરીમાંથી ૩૩.૬૦ કરોડ, દોરાંડા તિજોરીમાંથી ૪૯ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત ત્રણ કેસમાં લાલૂ યાદવ ટ્રાયલનો સામનો કરી રહ્યાં છે.જુદાં-જુદાં ઘાસચારા કૌભાંડ કેસના સંદર્ભમાં સીબીઆઈ કોર્ટમાં લાલૂ યાદવ નિયમિત રીતે ઉપસ્થિત થતાં રહ્યા છે.
લાલૂ પહેલાથી જ ચારા કૌભાંડમાં અપરાધી જાહેર થઇ ચુક્યા છે અને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલ જામીન ઉપર છે.