ચાઈલ્ડ પોર્નોગ્રાફીના શોખીન ગળપાદરના તરૂણ સામે કાર્યવાહી

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતું અશ્લીલ સાહિત્ય સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવા પર પ્રતિબંધ છે, તેમ છતાં કચ્છમાં બાળ અશ્લીલ ફોટો – વીડિયોના શોખીનો આવું અશ્લીલ સાહિત્ય સોશિયલ સાઈટો પર મારફતે અપલોટ અને ડાઉનલોડ કરતા હોય છે, તેવામાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગળપાદરના ૧૭ વર્ષિય તરૂણ વિરૂદ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફી તળે કાર્યવાહી કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ સરહદી રેન્જ ભુજના સાયબર સેલ પોલીસ સ્ટેશન દ્વારા અપાયેલી સાયબર ટીપલાઈનને આધારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં ગળપાદરમાં રહેતી મહિલાના નામના સીમકાર્ડના આધારે ૧૭ વર્ષિય તરૂણે પોતાના એન્ડ્રોઈડ ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા ફોટો – વીડિયો અપલોડ – ડાઉનલોડ કર્યા હતા. પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા તરૂણનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લગતા ફોટો – વીડિયો તેણે ગેલેરીમાંથી ડીલીટ કરી નાખ્યા હોવાથી તેની પુછતાછ કરાઈ હતી, જેમાં સંતોષકારક જવાબ ન આપતા તેનો મોબાઈલ ફોન કબજે કરી ફોરેન્સીક તપાસ માટે મોકલી બાળ અશ્લીલ સાહિત્ય રિકવર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે.