ચાઇલ્ડ પોર્નોગ્રાફી મુદ્દે સુપ્રીમ સખ્ત : કેન્દ્રને ઘણા આદેશો

નવી દિલ્હી : તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં કેન્દ્ર સરકાર ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુકવા માટે હજુ સુધી સફળ રહી નથી. હવે સુપ્રીમ કોર્ટે ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને રેપ વિડિયોના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારને ઓનલાઇન પોર્ટલ બનાવવા અને હોટલાઇન નંબર જારી કરવા માટે આદેશ કર્યો છે. જેથી કોઇ વ્યક્તિ પોતાના નામની માહિતી આપ્યા વગર આ વિડિયોને અપલોડ કરનાર લોકોની ફરિયાદ કરી શકશે. જસ્ટીસ મદન બી લાકુર અને યુયુ લલિતની બનેલી બેંચે નિયુક્ત સમિતીના સુચનોને પણ સ્વીકારી લીધા છે. આ સમિતીમાં ગુગલ, માઇક્રોસોફ્ટ, યાહુ અને ફેસબુકના ટોપ નિષ્ણાંતોની સાથે કેન્દ્ર સરકારની એક નિષ્ણાંતોની પણ ટીમ હતી. કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે કે સમિતિના સુચનોને વહેલી તકે લાગુ કરી દેવામાં આવે તે જરૂરી છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન મંત્રાલયના વધારાના સચિવના નેતૃત્વમાં આ સમિતીએ સર્વ સંમતિ સાથે ૧૧ સુચન કર્યા હતા. રેપ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીના વિડિયોને ઇન્ટરનેટ પર અપલોડ કરવા અને શેયર કરવાથી રોકવા માટે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ હવે સાથે મળીને આગળ વધવા માટે તૈયાર છે. સમિતીએ સુચુન કર્યુ છે કે કેન્દ્ર સરકારને ઓનલાઇન સર્ચ એન્જિન અને સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશનની સાથે મળીને કામ કરવાની જરૂર છે. કીવડ્‌ર્સ શોધી કાઢીને તેમને બ્લોક કરવાની પણ જરૂર છે. આવી સ્થિતીમાં વાંધાજનક વિડિયો સર્ચ પણ કરી શકાશે નહી. એવા પણ સુચન કરવામાં આવ્યા છે કે તમામ બારતીય ભાષાના કિવડ્‌ર્સની માહિતી મેળવી લેવામાં આવે તે જરૂરી છે.
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સુચનોને અમલી કરવા માટે ૧૧ ડિસેમ્બર સુધી સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે પણ આદેશ કર્યો છે. અત્રે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર અને ઇન્ટરનેટ દિગ્ગજાએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિડિયોને અપલોડ કરવાતી રોકવા માટે હાથ ઉંચા કરી દેવામાં આવ્યા બાદ હવે કોર્ટે આ સમિતિની રચના કરી છે.