ચાંદ્રોડા પાસે વાડીમાંથી શરાબ પકડાયો

અંજાર : તાલુકાના ચાંદ્રોડા ગામે વાડીમાંથી પોલીસે રપ,ર૦૦નો શરાબ પકડી પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાંદ્રોડા ગામે આવેલ વાડીના સેઢા પરથી પોલીસે બાતમી આધારે છાપો મારી ૭ર બોટલ શરાબ કિં.રૂા.રપ,ર૦૦નો જથ્થો પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી બાબુ મેઘા ચાવડા (રહે. દેશલપર તા.મુન્દ્રા) ભાગી છુટ્યો હતો. અંજાર પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરેલ છે.