ચાંદ્રાણીમાં થયેલ ઘરફોડનો ભેદ ઉકેલાયો : એક શખ્સની ધરપકડ

અંજાર : તાલુકાના ચાંદ્રાણી ગામે બંધ મકાનમાંથી થયેલ ૯૦ હજારની ચોરીમાં પોલીસે એક શખ્સને પકડી પાડી ભેદ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ચાંદ્રાણી ગામે રહેતા હરીભાઈ સવાભાઈ માતાના બંધ મકાનમાંથી ગત તા.૧૩/૯/૧૭થી અગાઉ ૧પ દિવસના અરસામાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. કોઈ ચોર શખ્સોએ બંધ મકાનને નિશાન બનાવી તિજારીમાં રહેલ સોનાના દાગીના કિં.રૂ. ૯૦ હજારની ચોરી કરી ગયા હતા. દુધઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઈ જે.એચ. ગઢવીએ નવાગામ રહેતા આમદશા અસગરશા સૈયદ (ઉ.વ.ર૧)ને પકડી પાડી તેના પાસેથી બે તોલા સોનાની કંઠી કબજે કરી હતી. જ્યરે અન્ય દાગીના ભચાઉના સરદાર માફરતે સોનીની દુકાને વેચેલ હોઈ તે કબજે કરવા તથા સરદારને ઝડપી પાડવા પકડાયેલા આમદશા સૈયદના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરેલ છે.