ચકચારી ભુજ આર.ટી.ઓ. કચેરીએ એજન્ટના અપહરણ તથા ખૂન કેસમાં ૩ આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર

ગાંધીધામ : તા. ૧પ-૧ર-ર૦ર૦ના રોજ ભુજ આર.ટી.ઓ. કચેરીએ એજન્ટ પાસે કામ કરનાર જીવો ઉર્ફે જીવણ પચાણ રબારી જેઓ મિત્ર દુર્ગેશ સાથે હતો ત્યારે તેમનો સબંધ પ્રવિણ વગેરે આવેલા અને કારમાં બેસાડી લઈ ગયેલ અને ત્યારબાદ તેનો ફોન બંધ આવતા આ બનાવની જાણ પોલીસમાં કરવામાં આવેલ અને બીજા દિવસે ભચાઉ તાલુકાના કુંજીસર ગામની સીમમાં જીવણની લાશ મળેલી અને શરીર પર અસંખ્ય ઘા હતા અને કરપીણ હત્યા હોઈ ગુજરનારના પિતાએ કાના ઉર્ફે કાનજી રબારી તથા પાલા ઉર્ફે પ્રવિણ રબારી સામે હત્યાની ફરીયાદ નોધાયેલી અને પોલીસ દ્વારા આ બન્ને આરોપીઓની અટક કરાતા અન્ય ર નામો પણ ખુલેલા એટલે કુલ્લ ૪ આરોપીઓની અટક કરવામાં આવેલી અને ત્યારબાદ પોલસે ચાર્જશીટ રજુ કરતા આરોપીઓ જેમા કાના ઉર્ફે કાનજી રબારી, પાલા ઉર્ફે પ્રવિણ રબારી તથા દેવો ઉર્ફે દેવા રબારી જેઓએ અધિક સેશન્સ કોર્ટ ભુજ સમક્ષ રેગ્યુલર જામીન મેળવવા માટે જામીન અરજી રજુ કરેલી જે કામે સરકારી વકિલ દિનેશભાઈ ઠક્કર તથા મુળ ફરીયાદી તરફે શાંતિલાલ એમ. ખાંડેકા તથા હિતેશકુમાર ભારદ્વાજ હાજર થયેલા અને સદરહું જામીન અરજીનો વિરોધ કરેલો અને કરપીણ હત્યાકાંડમાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓ મુખ્ય આરોપીઓ છે અને જામીન ન આપવા વિનંતી કરેલી જે રજુઆત તથા પોલીસ પેપર્સ ધ્યાને લઈ નામ એમ. એમ. પટેલ, ત્રીજા અધિક સેશન્સ જજ ભુજનાઓએ ઉપરોક્ત ત્રણેય આરોપીઓની જામીન અરજી નામંજુર કરવામાં આવેલી તેવું હિતેશકુમાર બી. ભારદ્વાજની યાદીમાં જણાવાયું છે.