ચંડીગઢથી ગાંધીધામ આવતો ૩૦ લાખનો શરાબ ઝડપાયો

DJHÏæL¤ãUðÇUæ ÂéçÜâ mæÚUæ ¥ßñÏ àæÚUæÕ âð ÖÚUð ÅþU·¤ âçãUÌ âçãUÌ Â·¤Ç¸Uæ »Øæ ¥æÚUôçÂÌ ¿æÜ·¤ (Ùè¿ð ÕñÆUæ ãUé¥æ)Ð âõÁ‹Ø Âè¥æÚU¥ô

દિલ્હી – જયપુર હાઈવે પર આવેલા ખીજુરી ગામેથી ધારૂહેડા પોલીસે ટ્રકમાંથી ચોખાની આડમાં સપ્લાય કરાતો શરાબ ઝડપ્યો

ગાંધીધામ : હરિયાણા – પંજાબ – રાજસ્થાન સહિતના રાજયોમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો ઠાલવાતો હોવાનું અવારનવાર ઉજાગર થઈ ચુકયું છે, તેવામાં ચંડીગઢથી ગાંધીધામ સ્થિત કંપનીમાં ચોખા પહોંચાડવાની બીલ્ટી સાથે ચોખાની આડમાં ટ્રક ભરીને શરાબ ઘૂસાડવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં દિલ્હી – જયપુર હાઈવે પરથી ધારૂહેડા પોલીસે ચોખાની આડમાં છુપાવીને ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર રૂપિયા ૩૦ લાખનો શરાબ ઝડપી પાડયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ધારૂહેડા પોલીસે દિલ્હી – જયપુર હાઈવે પર આવેલા ખીજુરી ગામ નજીકથી ટ્રકમાંથી શરાબ ઝડપી પાડયો હતો. સાથે જ પંજાબના તરનતારન જિલ્લાના ખાક કલ્લા ગામના ટ્રક ચાલક આરોપી સુખજીન્દ્રસિંહની ધરપકડ કરી હતી. આરોપીની પુછતાછમાં તે શરાબનો જથ્થો ચંડીગઢથી ગુજરાત લઈ જતો હતો. પોલીસે આરોપી ટ્રક ચાલક સુખજીન્દ્રસિંહને બીલ્ટી બતાવવાનું જણાવતા તેની પાસેથી અશોકા ફ્રાઈટ કેરિયર શ્રી ગુરૂસાહેબથી ગાંધીધામની ઈન્ટીગ્રેટેડ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીની બીલ્ટી મળી હતી. જેમાં ચોખાનો જથ્થો દર્શાવાયો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા ચોખાની આડમાં ૧૦૬૦ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે ૩૦ લાખના શરાબ સહિત ર૧,૦૦૦ કિલો ચોખાનો જથ્થો પણ કબજે કર્યો હતો.