ઘોડા છુટયા બાદ તબેલાને તાણાનો ડીપીટી-કંડલાનો તાલ : ઘાતક લહેર વખત કયાં હતા ? હવે હોસ્પિટલની હાંકો છો ડંફાસ..!

  • અબ પછતાયે કયા હોવત હે, જબ ચીડીયા ચુંગ ગઈ ખેત..!

સીએસઆરના નામે કંડલા સંકુલને ઠેંગો જ બતાવનાર દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ સામે ઉઠતા અણીયાણા સવાલો : ઘરના છોરા ઘંટી ચારે, દામોદારને આટાનો ડીપીટીએ કર્યો હતો તાલ, ગોપાલપુરીમાં એક ઓકિસજન પ્લાન્ટ અને ભાવનગરમાં બબ્બે પ્લાન્ટની સ્થાપના કરનાર ડીપીટી પર માછલાં ધોવાયા બાદ મને-કમને, મલ્ટીસ્પેશ્યાલીસટી હોસ્પિટલ બનાવવાની કરવી પડી છે ફરજ..! : હકીકતમાં તો બીજી લહેર ઘાતક બની હતી ત્યારે ખુદના કર્મચારીઓને પણ ડીપીટી પ્રસાસન બચાવી શકયુ ન હતુ…! : ડીપીટીનું બ્રિટિશરાજવાળુ પ્રશાસન જરા દર્પણમાં કરે ડોકીયું..આ સંકુલના ભોગે કેટ-કેટલું કમાયા છો..અને આપ્યુ છે તો શુ..? માત્ર અહીની પ્રજાને લુંટવા જ આવ્યા છો કે શુ? : જમીનોના મેનેજર તે વખતે બનાવાયા હતા, હવે માલિક બનીને બેસી ગયા છો..!

ડીપીટીના પીઆરઓશ્રી તો ચાય કરતા કીટલી ગરમનો સતત કરતા ફરે છે તાલ :

અધિકારીઓ મીડીયા સાથે સીધી વાત કરવાનુ ટાળે છે, પીઆરઓથી માહિતી મેળવવાનો રાખે છે આગ્રહ, અને પીઆરઓશ્રી છે કે, કોઈ પણ દુર્ઘટના કે ફરીયાદો બને તો તેઓને તેની કોઈ માહીતી કે ગતાગમ રહેતી જ નથી, કલાકો સુધી પીઆરઓશ્રી પ્રતિક્રીયાઓ આપવામાં પુરવાર થાય છે વામળા : હાલમાં જ જેટી ન. ૪ પર સર્જાઈ હતી એક ગંભીર દુર્ઘટના..અધિકારીઓએ બોલવાનુ ટાળ્યુ તો પીઆરઓ કલાકો સુધી આ બાબતે મગનુ નામ મરી પાડવામાં રહ્યા મુંગામંતર..!

ગાંધીધામ : ગાંધીધામ-કંડલા સંકુલના ભોગે કેન્દ્ર સરકારના ખજાનાને છલકાવી રહેલ ડીપીટી કંડલા મહાબંદરની કાગળ પરની રૂપકડી વાતો અને ઘોડા છુટી ગયા બાદ તબેલાને તાણા મારવાની રીતીનીતીઓ સંકુલની પ્રબુદ્ધવર્ગની પ્રજામાં ભારે કચવાટનુ કારણ બની જવા પામી ગઈ છે. ગત રોજ ડીપીટીની બોર્ડ બેઠક મવા પામી હતી જેમા સંકુલ માટે મલ્ટીસ્પેશ્યાલીસ્ટી હોસ્પિટલ બનાવવાની આંબા આંબલી દેખાડી છે પરંતુ અહીની પ્રજા હવે પોર્ટ પ્રસાસનની આવી કોઈ પણ પ્રકારના ઉલ્ટાચશ્મા પહેરાવતી નીતીમાં ફસાય તેમ નથી. અલબત પ્રજા ડીપીટી પ્રસાસને સામે સવાલ કરી રહી છે કે, હવે હોસ્પિટલો બનાવવાની ડાઈ ડાઈ ડંફાસો મારી રહ્યા છે, પરંતુ જયારે બીજી લહેર ઘાતક બની હતી, લોકો રોજ ટપોટપ મરી રહ્યા હતા, પોર્ટના કર્મચારી-અધિકારી-ટ્રસ્ટીઓના પણ જીવ જતા હતા ત્યારે આ જ પ્રસાસન કયાં મોઢું સંતાડીને બેઠા હતા? કઈ બખોલમાં તે વખતે ભરાઈ ગયા હતા?આ બાબતે જાણકારો અને સંકુલના પ્રબુદ્ધવર્ગમાથી ઉઠતા કચવાટ પર નજર દોહરાવીએ તો ડીપીટી-કંડલાનું પ્રસાસન આ સંકુલ પ્રત્યે તો હમેશા લોહીચુસણાં કરનારૂં જ બની રહ્યુ છે. બ્રીટીશ રાજના કાયદાઓ-તઘલખી અને મનસ્વી નીતીથી સંકુલના લોકોને સતત કનડગતો જ કરી છે. ડીપીટી પ્રસાસન હકીકતમાં આ સંકુલમાથી અ.ધ..ધ.રકમ રડીને કેન્દ્રના ખજાનાને છલોછલ કરવામાં ચાવીરૂપ યોગદાન આપી રહ્યુ છે પણ આ સંકુલના સુખ-દુખના ભાગીદાર બનવાની વાત આવે તો ડીપીટી-કંડલા સંકુલ અને તેના અધિકારીઓને જાણે કે રીતસરનો તાવ જચડી જતો હોય છે. વર્તમાન સમયે પણ કોરોનાની બીજીલહેર ઘાતક બની હતી અને અહી ગાંધીધામ સંકુલમાં ઠેર ઠેર દર્દીઓની લાઈનો લાગી હતી, મૃતકોના અંતિમસંસ્કાર માટે પણ કતારો લાગતી હતી, ચીમનીઓની મોટર પણ બળી જતી હતી પરંતુ ડીપીટી-કંડલાના માટીભગા અધિકારીઓ હતા કે જેઓના પેટનુ પાણી પણ જરા સહેજ ચાલતું જ ન હતુ અને આ સંકુલને અંતિમધામ બનાવવા માટેની જમીન ફાળવણીનો લેશમાત્ર તે વખતે વિચાર ન કર્યો.આ ઉપરાંત ગોપાલુપરી હોસ્પિટલમાં કોવિદનો મોટુ માળખુ ઉભુ કર્યાના ફોટાશેસન કરાવ્યા પણ દર્દીઓને પુછે તો ખબર પડે કે ત્યા ઓકિસજનની ઘટ્ટ, દર્દીના સગાઓ ખુદ ઓકિસજન બાટલા રીફીલ કરાવતા હોય અને ખુદ જ બદલાવતા હોય તેવા ચિત્રો પણ અહી ઉભા થવા પામી ગયા હતા. આ ઉપરાંત ઓકીસજન પ્લાન્ટમાં પણ ગોપાલપુરીમાં એક જ ઉભો કરવામાં આવ્યો અને તે પણ લહેર સમવાના આરે આવી તે સમયે ઉભો કરાયો. તો વળી બીજીતરફ કચ્છમાં આવો એક જ પ્લાન્ટ જયારે ભાવગનરમા ઓકિસજન પીએસએના બબ્બે પ્લાન્ટનો ખર્ચ ડીપીટીએ ઉઠાવ્યો હોવાથી ઘરના છોરા ઘંટી ચારેને દામોદરને આટાનો તાલ થવા બાબતે પણ સંકુલમાં ભારે ફજેતી થવા પામી ગઈ હતી.સંકુલના લોકો તો ઠીક ખુદના કર્મચારીઓ-અધિકારીઓ અને ટ્રસ્ટીઓના જીવ બચાવવામાં પણ દેશના મહાબંદર ડીપીટીનું પ્રસાસન નિષ્ફળ સાબિત થવા પામી ગયુ હતુ.જે વખતે મદદની જરૂર હતી ત્યારે તો કયાય આગળ ન આવ્યા અને હવે કોરોનાનો એક પણ કેસ નોધાયેલો નથી તેવા સમયે લોકોને ઉલ્ટા ચશ્મા પહેરાવવા અથવા તો હથેળીમાં જ ચાંદ દેખાડવા સમાન મલ્ટીસ્પેશ્યલીટી હોસ્પિટલના બણગાઓ ફુંકી રહ્યા છે. જે -તે વખતે ગાંધીધામ-કંડલા સંકુલની જમીનોના ડીપીટીને મેનેજર બનાવાયા હતા પરંતુ આજે જમીનોના માલીક બનીને બેસી ગયા છેઅ ને અહીની પ્રજાના કરી રહ્યા છે ભયંકર લોહીચુસણા. લુંટી જ રહ્યા છે. આ સિવાય સંકુલના ભલા માટે કર્યુ છે શુ..? એ તો જવાબ આપો. મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલની રૂપકડી વાતો કાગળ પર સારી લાગે છે પણ અમલીકરણના નામે તદન મીંડું જ રહેશે તે પણ સંકુલની પ્રજા હવે સારી રીતે જાણી ચુકી છે.

  • મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલ બને

ત્યાં સુધી ડીપીટી કેમ રામબાગનો ન સંભાળે હવાલો..!

સરકાર સાથે કંડલા-ડીપીટી પોર્ટે કરવા જોઈએ એમઓયુ : અહી જે દર્દીઓ આવશે તે પણ ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષના જ આવશે..ભુજના કે દેશ-વિદેશના તો આવવાના નથી..! : રામબાગમાં મેડીકલ કોલેજ ઉભી કરવી હશે તો પણ છે વિશાળ જગ્યા ઉપસ્થિત…!

ગાંધીધામ : ડીપીટી કંડલા પ્રસાસને મોડેમોડેથી મલ્ટીસ્પેશ્યાલીસટી હોસ્પિટલ બનાવવાની વાત જાહેર કરી છે પણ તે આજે અને કાલે તો બની નહી જાય. જયા સુધી આ હોસ્પિટલ બનવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યા સુધી હકીકતમાં ડીપીટી સંકુલની સેવા કરવી જ હોય તો રામબાગ સરકારી હોસ્પિટલ છે તેનો હવાલો સંભાળી લેવો જોઈએ. રામબાગ પૂર્વ કચ્છની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. કોવિદને લગતી કઈ કઈ કડીઓ અહી ખુટી રહી છે તે બાબતે પ્રાથમિકતાના ધોરણે ડીપીટીએ કમર કસવી જોઈએ. રાજય સરકારની સાથે વિના વિલંબે ડીપીટીએ એમઓયુ આ માટેના કરી લેવા જોઈએ. ડીપીટીને કદાચ અહી મેડીકલ કોલેજ બનાવી હશે તો પણ વિશાળ પંટાગણ અને જગ્યા ઉપલબ્ધ જ છે. કારણ કે ત્રીજી લહેર આવશે ત્યારે પુછીને નહી આવે કે અહી મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ બની ગઈ છે કે કેમ? પછી આ લહેર ફરી વળે? ત્રીજીલહેર આવશે તો રામબાગમાં કંડલા-ગાંધીધામ કોમ્પલેક્ષના લોકો જ આવશે અન્યત્રથી કોઈ આવવાના નથી? ડીપીટી આ બાબતે પહેલ કરે તો પ્રજાને વિશ્વાસ બેસે કે જરૂરથી કોમ્પલેક્ષના લોકો માટે કંઈક કરવા માંગે છે.

ડીપીટીની મલ્ટિસ્પેશ્યાલીટી હોસ્પિટલને લીલીઝંડી

બોર્ડ બેઠકમાં ૩પ જેટલા જુદા જુદા એજન્ડાઓ થયા બહાલ : લેબર ટ્રસ્ટી કર્મચારીઓની ટ્રાન્સફર પોલીસી અંગે વાંધો ઉઠાવતા પ્રસાસને સમિતીની કરી રચના

ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની ગત રોજ બોર્ડ બેઠક અધ્યક્ષ એસ કે મહેતાના વડપણ હેઠળ યોજવામા આવી હતી અને તેમા ખાસ કરીને મલ્ટીસ્પેશયાલીટી હોસ્પિટલની સ્થાપના કરવાના નિર્યણને સર્વાનુમતે બહાલ કરવામા આવ્યો છે. આ ઉપરાંત બોર્ડમા રજુ કરવામા આવેલા ૩પ એજન્ડાઓને સર્વસહમતીથી લીલીઝંડી આપી દેવામા આવી છે. આ તબક્કે લેબર ટ્રસ્ટી સત્યનારાયણજીએ કર્મચારીઓની બદલીનીતી સામે રજુ કરેલા અને દર્શાવેલા વાંધા બાદ પ્રસાસને ગત રોજ આ અંગે સમીતીની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં ડીપીટીના ચેરમેન એસ કે મહેતા સહિત વિવિધ વિભાગના વડાઓ હાજર રહ્યા હતા.