ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે સુમરાસરના સકસોને ઝડપી પાડી રૂ.75 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો

ભુજ : માધાપર પોલીસની ટિમ વણશોધાયેલા ગુના શોધવા પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન મળેલી બાતમીના આધારે ભુજ તાલુકાના સુમરસર ના મામદ રફીક રમજાન સમેજા, રફીક મામદ ઉર્ફે કેસર ઓસમાણ બાયડ અને એક કિશોરે ચોરી કરેલ હોવાનું જણાઈ આવતા રાઉન્ડપ કરી પોલીસ સ્ટેશન લાવી પૂછતાછ કરાઈ હતી,પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછતાં આરોપીઓએ ગુનાની કબૂલાત આપેલ, જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી , ચોરીમાં ગયેલ રોકડ રૂ.50 હજાર તેમજ ચાંદીના સાંકળા મળી કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ રિકવર કરાયો હતો.