ઘરના છોરા ઘંટી ચારે-દામોદરને આટોનો ઓકસિજન મુદ્દે કચ્છમાં ઘડાતો ઘાટ : આજે ભુજમાં અછતની રાવ

રપ૦૦ સિલિન્ડરની આપણી છે દૈનિક જરૂરીયાત, તેની સામે ૩ર૦૦નું થાય છે પ્રોડકશન, રોજારોજ પુરતા જ મળી રહી છે, ગત રોજ માવઠાના પગલે પ્લાન્ટ બંધ રહેતા આજે સવારે બે કલાક સમસ્યા સર્જાઈ હતી, જે હવે રાબેતામુજબ જ થઈ ગઈ છે : સાદીક મુંજાવર(ઓકિસજન માટેના કચ્છના નોડેલ ઓફીસર)

કોરોના સંક્રમિતના કેસો કચ્છમાં પણ મોટા ઉપાડે બહાર આવી રહ્યા છે, ઓકસિજન-ઈન્જેકશન સહિતનીવ્યવસ્થાઓ સ્ટોકમાં રાખવાના બદલે કચ્છમાથી અમદાવાદ તરફ જઈ રહ્યા છે ઓકસિઝનના સિલિન્ડર, અને કચ્છના દર્દીઓના શ્વાસ ઓકસિજનના અભાવે રૂંધાતા હોવાની બની રહી છે કપરી સ્થિતી

ગાંધીધામ : કોરોનાની મહામારી વિકરાળ પંજો ફેલાવી રહી છે ત્યારે આ બીમારી માટે પ્રાણવાયુ પુરવાર થતા ઓકિસજનના જથ્થાને લઈને ઘરના છોરા ઘંટી ચાટે દામોદરને આટાનો તાલ થવા પામી રહ્યો છે. એકતરફ કચ્છમાં ઓકસિજનને લઈને અછતની બૂમરાડ આજ રોજ સવારે પણ ઉભી થવા પામી ગઈ છે તો બીજીતરફ અમદાવાદ માટે બે રોજ પહેલા કચ્છમાથી ૧૦૦૦ ઓકસિજનના સીલિન્ડર મોકલવામા આવ્યા હોવાનુ બહાર આવવા પામ્યુ હતુ.
હકીકતમાં કચ્છની સ્થીતી શુ છે આજે તે અંગે ઓકિસજનના કચ્છના નોડેલ ઓફીસર સાદીક મુંજાવરને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ઓકસિનની આપણે રપ૦૦ સિલિન્ડરની દૈનિક જરૂરીયાત છે તેની સામે કચ્છના પ્લાન્ટમા ૩ર૦૦ સિલિન્ડર પ્રોડકશન થવા પામી રહ્યા છે. રાબેેતામુજબ જ વ્યવસ્થાઓ થઈ રહી હતી પરંતુ ગત રોજ વરસાદ પડયો હોવાથી પ્લાન્ટ બંધ રાખવાની નોબત આવતા આજ રોજ સવારે ઓકસિજનનો જથ્થો પહોચી શકવામાં વિલંબીત થતા સવારે બેથી ત્રણ કલાક ઓકસિજનને લઈને સહેજ માંગ વધુ હોવાનો વર્તારો ઉભો થયો હોઈ શકે છે. હાલમાં સ્થિતી યથાવત અને થાડે પડેલી જ હોવાનુ કહેવાય છે.