ઘડુલી-સાંતલપુરના માર્ગને કોંગ્રેસે રોક્યો હ’તો : નિર્મલા સીતારામન

અમદાવાદમાં પત્રકાર પરીષદ યોજી અને ગુજરાત ભાજપના ચૂંટણીના સહપ્રભારીએ સંબોધી પત્રકાર પરીષદ : વર્ષ ર૦૧રમાં કોંગ્રેસની પ૭માથી ર૦૧૭માં વિધાનસભામાં ૪૩ બેઠકો પર સરકી : સરદારનુ અપમાન કરનાર રાહુલ માંગે જાહેર માફી

અમદાવાદ : ભારતના રક્ષામંત્રી અને ભાજપના કેન્દ્રીય નેતા તથા ગુજરાત ભાજપના ચૂંટણી સહપ્રભારી નિર્મલા સીતારામ દ્વારા પણ પત્રકાર પરીષદ યોજી અને કહ્યુ હતુ કે, ભાજપમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, અને ગુજરાતના મુખ્યમંત્રી પાંચ પ્રશ્નો પુછયા છે તેને રજુ કરતા કહ્યુ હતુ કે, આ પાંચ પ્રશોનો હજુ સુધી રાહુલ ગાંધીએ કેમ જવાબ નથી આપ્યો? રાહુલ માત્ર પ્રશ્ન પુછે છે અને જવાબ નથી આપતા. લોકશાહીમાં સરકાર જવાબ દેવા બંધાયેલી છે તેટલી જ વિપક્ષી પાર્ટી અને તે અગાઉ સરકારમાં રહેલા હોય તો તેઓની પણ જવાબ આપવાની તેટલી જ જવાબદારી છે તેમ કહી અને નિર્મલા સીતારામણે રાહુલને આડેહાથ લીધા હતા. તેઓએ આ તબક્કે ચાર વિષયો રજુ કર્યા હતા કે, ર૦૧ર ચૂંટણી બાદ કોંગ્રેસની પ૭ બેઠકો ગુજરાત વિધાનસભામા હતી. પ્રજાએ તમને નકારી દીધા છે. ત્રણથી ચાર વખત તમને ગુજરાતની પ્રજાએ નકારી દીધા છે. ર૦૧રથી આજ સુધીમાં કોંગ્રેસ પ૭થી ૪૩ થઈ છે. વિપક્ષમાં રહેતા પણ કોગ્રેસ નબળી રહી છે. રાહુલ ગાંધીએ સરદાર પટેલનું અપમાન કર્યુ છે તેથી તેઓએ માફી માંગવી જાેઈએ. ગુજરાતમાં ત્રણ દાખલાઓ આપી રહી છું કે પુર વખતે તમને તમારા એમએલએને રીસોર્ટમાં લઈ ગયા હતા.ઘડુલી-પાટણ-સાંતલપુરના રોડને નેશનલ હાઈવે બનાવવાનો હતો તેને યુપીએ સરકાર દ્વરા ન બનાવા દીધો. પર્યાવરણના કારણો દેખાડી અને આ રસ્તાને આગળ ન વધવા દીધો. ઘડુલી-સાંતલપુરના ૩ર કી.મી.ના રસ્તાને તમે રોકી છે. ભાજપની સરકાર આવતાની સાથે જ આ માર્ગના કામને આગળ ધપાવાયો છે.