ગ્રામ પંચાયતાનેે પવનચક્કીઓ ઉપર પ્રોપર્ટી ટેક્ષ લગાવવો જોઈએઃ વી.કે.હુંબલ

ભુજ : કચ્છ પોલીસે જુદા જુદા ૧૧ સ્થળોએ છાપા મારી સાત મહિલાઓ સહિત ૬પ જુગારીઓને ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર લાકડિયા ગામે પગીવાસમાં જુગાર રમતા દેસરા મગન કોલી, હરિ પરબત કોલી, રમેશ વાઘજી કોલીને રોકડા રૂપિયા ૯,૬૦૦ સાથે પકડી પાડ્યા હતા. જયારે રેઈડ દરમ્યાન રમેશ જેમલ કોલી અને નિતેશ કેસા કોલી નાસી જતા તેમને ઝડપી પાડવા હેડ કોન્સ. મનીષકુમાર કુબાવતે ચક્રોગતિમાન કરેલા છે. તો અંજાર પોલીસે મેઘપર બોરીચીમાં જુગાર રમતા કિશોર જીવરાજ ગઢવી, શંભુ રતા બોરિચા (આહિર), દયાલ સામા રાજગોર, સામજી માલશી બોરિચા (આહિર), દીપક રતા બોરિચા, અલ્પેશ ખીમજી ગઢવીને રોકડા રૂપિયા ર૧,૩૪૦ સાથે ધરબોચી લીધા હતાો. તો શિકારપુરમાં કોલીવાસમાં પત્તા ટીચતા રમઝાન સુરા ત્રાયા, ઉમર સુરા ત્રાયા, મામદ ગુલમામદ ત્રાયાને પોલીસે ર૧૦૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. તો નિંગાળ ગામે અંજાર પોલીસે છાપો મારી જુગાર રમતા રાઘુ સામજી સામત જરૂ, દિલીપ સામત માંડણ ઝેર, પ્રકાશ દેવદાન નારાણ બટારિયા, કલ્પેશગર ધરમગર બુદ્ધગર ગુંસાઈ, શંભુ કરશન રામજી આહિર, ધનજી અરજણ નારાણ ગુજરિયા, રાજેશ ખીમજી નારાણ જરૂ, રમેશ રવા વસ્તા જરૂ, શંભુ મ્યાઝર રૂડા બરારિયા, પ્રકાશ ધનજી વેલા હુંબલને ૧૬,૬ર૦ સાથે પકડી લીધા હતા. જયારે પૂર્વ કચ્છના ઐડા ગામે વાયોર પોલીસે છાપો મારી સુનિલ કાનજી કોલી, અમિત પ્રતાપ કોલી, પરેશ ગાભુ કોલી, રાજેશ હુશેન કોલીને ૬૭૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા. બીજો દરોડો વાયોર પોલીસે પદ્ધર વાડીમાં પાડ્યો હતો. દિનેશ વંકા રામ ભટ્ટ, નરપત હંસરાજ ભટ્ટ, રણજિત રાયમલ ભટ્ટ, પરેશ રણછોડ ભટ્ટ, ભીમજી મુલતાન ભટ્ટ, દેવજી પ્રાગજી ભટ્ટ, જયંતિ પુનારામ ભટ્ટ, રામદેશ મુકેશ ભટ્ટને ૪૬ર૦ની રોકડ સાથે ધરબોચી લીધા હતા. જયારે ભુજ સિટી બી ડિવિઝન પોલીસે ભુજોડીના જગમાલ વાલજી વણકર, પ્રેમજી પચાણ વણકર તથા નિકુલ હરેશ મારવાડાને ૧૩૦૦ રૂપિયા સાથે પકડી લીધા હતા. તો નખત્રાણા પોલીસે રેહા ગામેથી છત્રસિંહ મહોબતસિંહ જાડેજા, ગફુર આમદ ભજીર, ધવલગિરિ ભગવાનગિરિ ગોસ્વામી, કાસમ અલીમામદ માંજોઠી, સિદિક મામદ ભજીરને પત્તા રમતા ૧૮૯૦ સાથે સકંજામાં લીધા હતા. બીજીતરફ મુંદરા રોડ ઉપર નવનીતનગરમાં જુગાર રમતી દમયંતીબેન કાન્તિ ગડા, મયુરીબેન આશિષ રાંભિયા (જૈન), પ્રેમિલાબેન કાન્તિ ભગત (જૈન), જીગ્નાબેન જિગર સોલંકી, જીગર ખીમજી સોલકી, લલિતાબેન મેઘજી શાહ, નાનબાઈ રાઘવજી છેડા, રીચાબેન રમણીક પીઠડિયાને એલસીબીએ છાપો મારી ૧પ,પ૦૦ સાથે પકડી પાડ્યા હતા. જયનગર પાટિયા પાસે કે.ડી. ઓટો પાછળ જાહેરમાં જુગાર રમતા કાનગર શંકરગર ગોસ્વામી, મહેન્દ્ર નવીન વાળંદ, લક્ષ્મણગર બુદ્ધગર ગોસ્વામી, ઘનશ્યામપુરી ત્રિકમપુરી ગોસ્વામી, નવુભા રાહુભા સોઢા, ખુશાલ રમેશ ગોસ્વામી, રાહુલ દોલતદાસ ગુંસાઈ, ખીમજી હરિલાલ વાળંદ, મહાવીરસિંહ દિલુભા વાઘેલાને ૧૭,૪૦૦ની રોકડ સાથે ધરબોચી લીધા હતા. તો પદ્ધર પોલીસે અવધનગરમાં છાપો મારી જુગાર રમતા કિશોર રવજી, મારવાડા, જગદીશ મનજી ગરવા, બાબુ જખુ મારવાડા, કિશોર પબાભાઈ મારવાડાને રોકડા રૂપિયા, ૮,૮૦૦ તથા ૧ મોબાઈલ કિ.રૂા. ૧૦,૦૦૦ મળી ૧૮,૮૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.