ગૌરવ યાત્રાની પૂર્વ તેયારીઓનો ધમધમાટ : ગાંધીધામ શહેર અને તાલુકામાં ધારાસભ્યની ટીમનો વ્યાયામ

ગાંધીધામ : ગાંધીધામ શહેર મધ્યે ગૌરવ યાત્રા સ્વાગત માટે વોર્ડ -૨માં આમંત્રણ આપતા ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી ગુજરાત પ્રદેશ ભાજપની આગેવાનીમાં સમગ્ર ગુજરાતમાં ગૌરવયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે આ યાત્રા ગાંધીધામ મધ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલની આગેવાનીમાં તા.૧૩-૧૦-૧૭ શુક્રવારના ગાંધીધામ મધ્યે સાંજે ૪.૦૦ કલાકે જાહેર સભા શન્કિગર ગ્રાઉન્ડ ગાંધીધામ મધ્યે રાખવામાં આવેલ છે આ ભવ્ય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીધામ શહેરના વોર્ડ નં.૧ થી ૧૩ ના ગાંધીધામ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી સાથે આ યાત્રાના ઈન્ચાર્જ પુનીતભાઈ દુધરેજીયા શહેર ભાજપના મહામંત્રીશ્રીઓ બળવંતભાઈ ઠક્કર, નરેશભાઈ ગુરબાણી, નગરપાલીકાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા જીડીએના ચેરમેન મધુકાંતભાઈ શાહ, ઉપપ્રમુખ શહેર ભાજપ તુલસીભા ગઢવી સાથે ધનરાજ ગઢવી, યુવા ભાજપના પ્રમુખ સતીષ ભાનુશાલી, મહામંત્રી હીરેનભાઈ ઠક્કર, તેમજ દરેક વોર્ડના વોર્ડ વાઈઝ કાઉન્સીલરો સાથે રહી વોર્ડ વિસ્તારના પ્રજાજનોને આમંત્રણ પત્રીકા આપી આ ગૌરવ યાત્રાના સ્વાગત માટે આજ રોજ ગાંધીધામ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કાર્યક્રમ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળ જિલ્લા પંચાયત ચેરમેન નવીનભાઈ જરૂ, તાલુકા ભાજપ પ્રમુખ
અમૃતગીરી ગૌસ્વામી, મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, શામજીભાઈ આહિર, બાબુભાઈ ગુજરીયા, લક્ષ્મીબેન સોધમ, વિજયભાઈ શોધમ, શૈલેષભાઈ લવાડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, યુવા ભાજપ પ્રમુખ હેરશભાઈ બાબરીયા, મહામંત્રી બધાભાઈ મ્યાત્રા સાથે જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામના સરપંચો સાથે રહી ગાંધીધામ તાલુકાના તમામ ગામોમાં પ્રવાસ કરવામાં આવ્યો હતો. જે પ્રવાસ દરમ્યાન તાલુકાના આગેવાનો તથા વિવિધ સમાજના આગેવાનોની આમંત્રણ પત્રીકા આપી આ ગૌરવયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીધામ મધ્યે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.