ગોવાના પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

(એ.આર.એલ),પણજી,કોંગ્રેસને ગોવામાંથી એક મોટો ફટકો લાગ્યો છે. મોટાનેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી લુઈજિન્હો ફ્લેરિયોએ ૪૦ વર્ષ બાદ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી દીધું છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાવવાના માહોલ વચ્ચે એક મોટું પગલું ભરી લીધું છે. આ પહેલા તેમણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખૂબ વખાણ કર્યા હતા. આ સાથે તેમને સ્ટ્રીટ ફાઈટર પણ કહ્યા છે. જે ભાજપને ટક્કર આપી શકે એમ છેફ્લેરિયાએ સંવાદાતા સાથે વાત કરતા કહ્યું કે, મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીને એક મોટી ટક્કર આપી છે. બંગાળમાં મમતા બેનર્જીની ફીર્મ્યુલા અસર કરી ગઈ છે. તેઓ મોટા કોંગ્રેસ પરિવારના કોંગ્રેસ બની રહેશે. જેનો અર્થ એવો થાય છે કે, તૃણમૂલ કોંગ્રેસને કોંગ્રેસની જ એક શાખા તરીકે તેઓ એ જોઈ રહ્યા છે. જે ભાજપ સામે મજબુત છે, લડી શકે છે અને યોગ્ય છે. હું ૪૦ વર્ષથી કોંગ્રેસમાં રહ્યો છું. કોંગ્રેસ પરિવારનો કોંગ્રેસી બનીને રહી ગયો છું. આ ચાર કોંગ્રેસીઓમાં મમતા પણ સામિલ છે. જેણે વડાપ્રધાન મોદી અને એમના બાજીગર નેતાઓને મોટી ટક્કર આપી છે.કોંગ્રેસ પક્ષ માટે એક મોટો ફટકો છે. તાજેતરમાં સુષ્મિતા દેવે કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. આવતા વર્ષે યોજાનારી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી પહેલા એક મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. જ્યારે ફ્લેરિયો ગોવામાં તૃણમૂલ કોંગ્રેસને મજબુત કરી શકે છે એક બાજું જ્યાં કોંગ્રેસ નબળી પડી રહી છે એની સામે આમ આદમી પાર્ટી એક આક્રમક અભિયાન ચલાવી રહી છે. દીદીના ભત્રીજા અને રાષ્ટ્રીય મહાસચીવ અભિષેક બેનર્જીએ પણ એલાન કર્યું છે કે, ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ ઝડપથી એન્ટ્રી કરશે. પક્ષના નેતા અને રાજ્યસભાના સભ્ય ડેરેકે પહેલેથી જ ગોવામાં સક્રિય છે. આવતા વર્ષે ગોવામાં વિધાનસભાની ચૂંટણી છે એવામાં ટીએમસી ગોવામાં સક્રિય થઈ છે. બીજી બાજું આમ આદમી પાર્ટી ગોવામાં પણ ચૂંટણી લડવા માટે તૈયાર છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ માટે કાર્યક્રમો શરૂ કરી દીધા છે.