ગોધરામાં છોકરીઓની મશ્કરી મુદ્દે વિદ્યાર્થીઓ બાખડી પડ્યા

સામસામે નોંધાઈ ફોજદારી : પોલીસે શરૂ કરી છાનબીન

 

માંડવી : તાલુકાના ગોધરા ગામે શાળાની છોકરીઓ વચ્ચે મારામારીનો બનાવ બનતા એક પક્ષે એટ્રોસિટી જયારે બીજા પક્ષે હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ સામસામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રાહુલ વેરશી ભાગવંત (ઉ.વ. ૧૮) (રહે ગોધરા, તા. માંડવી)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, મારામારીનો બનાવ ગઈકાલે બપોરના બે વાગ્યે ગોધરા ગામે બનવા પામ્યો હતો. છોકરીઓની મશ્કરી મુદ્દે દિલીપસિંહ શિવુભા સોઢા, ભરતસિંહ શિવુભા સોઢા, કૃણાલસિંહ ઝાલા, રાજદીપસિંહ (રહે બધા ગોધરા)એ તેઓને ગાળો આપી માથામાં લાકડી મારી જાતિ અપમાનિત કરતા પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જયારે સામા પક્ષે સંદીપસિંહ શિવુભા સોઢા (ઉ.વ. ર૦) (રહે ગોધરા)એ પોતાને તથા ભરતસિંહ અને કૃણાલસિંહને છોકરીઓની મશ્કરી કરવા બાબતનું મનદુઃખ રાખી રાહુલ વેરશી ભાગવંત, રાહુલના માતાજી, અરવિંદ વેરશી કટુઆ, પ્રેમજી હાથીએ લોખંડની પાઈપ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ગાળો આપતા આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રોગતિમાન કરેલાનું તપાસનીશ સહાયક ફોજદાર રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.