‘ગોકુલ રીફાઈનરી’માં તવાઈ બોલાવનાર GPCB ગાંધીધામ-તંત્ર ‘સાલ-વેલસ્પન-રેણુકા-ઈફકો’ના  પ્રદુષણ સામે કેમ ચૂપ?

ગાંધીધામ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ફરીયાદ આવ્યા બાદ જ પણ માત્ર નોટીસ આપી કાર્યવાહી કરી લીધાના સંતોષ માનતા ઓડકાર ખાવાનુ ત્યજે?

 

સાલ-વેલસ્પન-ઈફકો-રેણુકા સુગર સહિતની કંપનીઓના પારાવાર
જળ-હવાઈ પ્રદુષણ મુદે તાજેતરમાં જ થયેલી ફરીયાદ બાદ પણ કેમ કોઈ સજજડ કાર્યવાહી કરાતી નથી? : ભોગગ્રસ્તનો સણસણતો સવાલ

 

આદીપુર શનીમંદીર પાછળ અને આદીપુર રેલવેફાટક ફોર-બી પાસેના ભેડીયા (ક્રસર)પ્લાન્ટના પારાવાર પ્રદુષણની આસપાસના ગ્રામજનોની ફરીયાદ મામલે કેમ દંડનાત્મક કાર્યવાહી કરાતી નથી? ગાંધીધામ-કંડલા સંકુલમાં આડેધડ ખુલ્લા પ્લોટમાં કોલસાના જથ્થાનો ઢગલો કરનારાઓ કેમ હજુય આબાદ?

 

ચેરીયા નિકંદન મામલે 
જિલ્લાકક્ષાની ટુકડીનો આજે ભચાઉ ક્રીકમાં પડાવ
ડીપીટી-કંડલા દ્વારા ફાળવાયેલા મીઠાના પ્લોટ આસપાસમાં ચેરીયાના આડેધડ નિકાલ બાબતે થયેલી ફરીયાદ બાદ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા મંગાયેલા રીપોર્ટથી કચ્છનું વહીવટીતંત્ર હરકતમા : જિલ્લાકક્ષાની ટુકડી સ્થળ પર જાત
નીરીક્ષણ કરી જિલ્લા કલેકટરને રજુ કરશે રીપોર્ટ

સમીતીમાં કોનો કોનો સમાવેશ?
ગાંધીધામ : આજ રોજ ભચાઉ સમીપે ચેરીયાન નિકંદન મામલે ટીમ જીલ્લાકક્ષએથી ત્રાટકી રહી છે ત્યારે આ કીમીટીમાં • ડીસીએફ(ડીસ્ટ્રીકટ કન્જર્વેટર ઓફ ફોરેસ્ટ પૂર્વ કચ્છ) • ફરીયાદી • ડીપીટી-કંડલા ના પ્રતિનિધી અધિકારી • ગુજરાત પ્રદુષણ નિયંત્રણ કચેરી-ગાંધીધામ એકમ • માછીમારી-મત્યસ્યવિભાગ અધિકારી • ગાઈડ કચેરીના પ્રતિનિધીનો સમાવેશ થવા પામતો હોય છે.
ગાંધીધામ : ભચઉની ક્રીકમાં ચેરીયાના નિકંદન કાઢવામા આવી રહ્યુ હોવાની ફરીયાદ તથા આ અંગે નશનલ ગ્રીન ટ્રીન્યુનમાં રીપોર્ટ આપવાનો હોવાથી કચ્છ કલેકટરની બનેલી ટીમ દ્વારા આજ રોજ ભચાઉની ક્રીક વિસ્તારોમાં જાત તપાસ કરવામા આવી રહી હોવાના અહેવાલો સામે આવવા પામી રહી છે.
જિલ્લા કક્ષાની બનેલી આ ટીમમાં વિવિધ સબંધીત કચેરના અધિકારીઓનો સમાવેશ કરવામા આવતો હોય છે. અને તે તમામ અધિકારીઓની એક ટુકડી આજ રોજ અહી આવી પહોંશે જે રોજકામ કરશે અને પછીનો અહેવાલ જીલ્લા કલેટકરને સુપરત કરશે અને તે અહેવાલ કલેકટર કક્ષાએથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલને મોકલવામા આવશે અને તે પછી જ આ મુલાકાત બાદ રજુ થનારા અહેવાલ બાદ જ ખ્યાલ આવશે કે અહી ચેરીયાનુ નિકંદન કેટલા પ્રમાણમાં કરવામા આવ્યુ અથવા તો આવ્યુ નથી.

 

ગાંધીધામ : ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ગાંધીધામ દ્વારા પાછલા એકાદ માસમાં વિવીધ વ્યાપક રીતે સામે આવેલી ફરીયાદો બાદ હવે કાર્યવાહી કરવાનો ઔપચારીકતાભર્યો સંતોષ માનવામા આવી રહ્યો હોવાનો સીનારીયો સામે આવવા પામી રહ્યો છે. આવુ એટલા માટે કહી શકાય કે ફરીયાદ મળે એટલે જીપીસીબી ટીમ મોકલાવી અને નોટીસ આપી સતોષ માત્ર માની લેતી હોય તેવી રીતે કાર્યવાહી થાય છે. હકીકતમાં કોઈ પણ એકમની સામે કડક લાલઆંખ કરતી કાર્યવાહી હજુ સુધી કરવામા અવી હોય તેવુ જણાયુ નથી. તાજેતરમાં ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામ પાસે આવેલી ગોકુલ રીફાઈનરી કંપની દ્વારા પણ જાહેર નદીમાં પ્રદુષીત પાણી છોડવામા આવતા હોવાની ફરીયાદના પગલે તપાસ કરાઈ છે. તપાસ કરાઈ છે તે આવકારદાયક વાત છે પરંતુ ગાંધીધામ જીપીસીબી તંત્ર આવી જ અન્ય કંપનીઓ ભારાપરની સાલ સ્ટીલ કંપની, અંજાર વરસામેડી પાસેની વેલસ્પન કંપની, ભારપર સીમમાં જ આવેલી રેણુકા સુગર કંપની તથા ઈફકો સહિતનાઓના પ્રદુષણની સામે ધારદાર લાલઆંખ કરવામા કેમ વીલંબ કરવામા આવી રહ્ય છે? આવા તંત્રોની માત્ર સ્થળ વિઝીટ કરવામા અવે છેઅ ને મૌખીક સુચનાઓ જ આપી અને ટીમો વીલા મોઢે કેમ પરત આવી જાય છે? કોની લાજનો ધુમટો અહી તંત્ર દ્રારા તાણવામા આવી રહ્યો છે.
નોધનીય છે કે, કચ્છમાં કાર્યરત ખાનગી કંપનીઓ તથા સરકારી સંસ્થાઓ દ્વારા પર્યાવરણના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવામા આવી રહ્યો હોવાની વ્યાપક ફરીયાદો સમયાંતરે સામે આવતી રહી છે. તેવામાં ગુજરાત રાજય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગાંધીધામ તથા ભચાઉ તાલુકામાં તપાસ કરવા માટે એક ટીમ મોકલી હતી. જેમાં બોર્ડની ટીમ દ્વરા ગળપાદરમાંઆવેલી એક ઓઈલ કંપનીની તપાસ કરવામા આવી હતી અને બુધવારે ભચાઉની ક્રીકમાં આવેલા ચેરીયાનો નાશ કરવામા મામલે પણ તપાસ કરવામા આવી હતી. ગળપાદર ગામના એરીયામાં આવેલી ગોકુલ ઓઈલ રીફાઈનીરી દ્વારા હોવામાં તેમજ પાણી મારફતે પ્રદુષણ ફેલાવવામા આવી રહ્યુ હોવાને ઓક્ષપ વચ્ચે જીપસીબીની ટીમ દ્વારા કંપનીની પાછળના ભાગમાં નાખવામા આવેલી બે પાઈલાઈનનુ ચેકીંગ કરવામા આવ્યુ હતુ. કંપનીની પાછળની નીકળીત આ બે લાઈનનો અંતિમ છેડો સાંગ નદીમાં જતો હોવાનો આક્ષેપ તથા તેના દ્વારા પ્રદુષીત કચરો નીદીમાં ઠાલવવામા આવી રહ્યો હોવાની વ્યાપક ફરીયાદો પગલે બોર્ડ દ્વારા તપાસ હાથ ધરાવી હતી.
બીજીતરફ આવી કંપનીઓ ઉપરાંત આદીપુર શનીમંદીર આસપાસ આવેલ ભેડીયો તથા રેલવે ફાટક પાસે આવેલ ભેડીયાના બેફામ દીવસ રાત ધમધમતા પ્રદુષણની સામે શું કડક કાર્યવાહી કરવામા આવી છે? કેમ આવા ભેડીયાવાળાઓને નિયમોના આધારે અમલવારી કરાવાવની ફરજ નથી પાડી શકાતી? આ ઉપરાંત કોલસાના પ્રદુષીત જથ્થાઓ ખુલ્લા પ્લોટસમાં ડમ્પ કરવામા આવી રહ્યા છે જે મામલે પણ જીપીસીબીની મંજુરીઓ લેવી જરૂરી છે. તો આવી રીતે ઢગલા કોણ કરી રહયા છે? તેઓની સામે શું કાર્યવાહી કરવામા આવી છે.