ગોંડલ જેલના સિપાહીને ચકમો આપી ફરાર થયેલો આરોપી ગાંધીધામમાંથી ઝડપાયો

ગાંધીધામ : ગોંડલ સબ જેલના સિપાહીને ચકમો આપી નાસી ગયેલ કોટડા સાંગાણીના અપહરણ તેમજ બળાત્કારના આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે ગાંધીધામથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ કોલાદરા, પ્રભાતસિંહ પરમાર, વિરાજભાઈ ધાધલ, કરસનભાઈ કરોતરા, મહેન્દ્રસિંહ સોલંકી અને રાયધનભાઈ ડાંગર સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલ સબજેલના સિપાહીને છ વર્ષ પહેલા ચકમો આપી નાસી ગયેલા અપહરણ તથા બળાત્કારના ગુનામાં કાચા કામનો કેદી આમદ મોતીભાઈ સેંઢાને ગાંધીધામથી ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ આરોપી કોટડા સાંગાણી પોલીસ મથકનો ૨૨ વર્ષ પહેલાનો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬નો આરોપી હતો અને ગોંડલ સબજેલમાં કાચા કામનો કેદી હતો.