ગેંગસ્ટર રવિ પૂજારીનો ગાંધીનગરમાં સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ કરાયો

(જી.એન.એસ.)ગાંધીનગર,ગેંગસ્ટર રવિ પૂજારીને ગાંધીનગરમાં આવેલી એફએસએલમાં લાવવામાં આવ્યો છે. અહીં પૂજારીનો વોઈસ સ્પેકટ્રોગ્રાફી કરવામાં આવ્યો. ગેંગસ્ટર રવિ પૂજારીની બોરસદના ગુનામાં ફોનથી ધમકી આપવા મામલે તપાસ કરવામાં આવી રહી છે. ગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલને ફોન પર ધમકી આપવાનો ગુના ગુજરાતમાં નોંધાયો છે.અમૂલના એમડી સહિત અનેક મોટા વેપારીઓને ધમકી આપવાના ગુનામાં પણ રવિ પૂજારીની સંડોવણી બહાર આવી છે. રવિ પૂજારી સામે ફોનથી ધમકી આપવાના ગુજરાતમાં અલગ-અલગ વિસ્તારમાં ૨૩ ગુના અંગે તપાસ તેજ કરાઇ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રવિ પૂજારી સામે કાયદાકીય સકંજો કસવા વૈજ્ઞાનિક તપાસના સહારો લીધો છે.રવિ પૂજારી ક્રાઇમની દુનિયામાં એક સમયે આ ગેંગસ્ટરનું એવું નામ હતું કે ભલભલા તેનું નામ લેતા ડરતા પરંતુ હવે આ રવિ પૂજારીની હાલત એવી થઇ ગઇ છેકે તેને જોઇને એવુ લાગે કે કોઇપણ વ્યકિતનો સિતારો બુલંદ હોય ત્યારે જ તે ચમકે છે પછી તેની હાલત અંધકારના ગર્તામાં ધકેલાવા જેવી જ થઇ જાય છે.ઉંમર ૫૨ની છે પણ ક્રાઇમની દુનિયામાં રવિ પૂજારીએ કદમ ૧૬ વર્ષે જ મૂકી દીધો હતો. એક લબરમૂછિયા છોરાનો હાથ પકડનાર અને રવિ પૂજારીને ક્રાઇમની દુનિયામાં લઇ જનાર તેનો ગોડફાધર હતો શ્રી કાંત મામા. એક સમયના દાઉદના સાથી શ્રી કાંત મામાનો રવિ પૂજારીને સાથ મળતો ગયો અને રવિ પૂજારી ધીમે ધીમે ક્રાઇમની દુનિયામાં ધકેલાતો ગયો. ખંડણી, ખૂન, હથિયારોની હેરાફેરી જેવા ગુનાઓને રવિ પૂજારી જાણે સામાન્ય ગુનાઓની જેમ અંજામ આપવા લાગ્યો.