ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે પહોંચશે અમદાવાદ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ આવતી કાલે યોજાશે ધારાસભ્યો દળની બેઠક : ધારાસભ્યોને આવતીકાલ સુધી ગાંધીનગર સુધી પહોંચવા આદેશ

ગાંધીનગર : ગુજરાતમાં વિજય રૂપાણીએ પાંચ વર્ષ એક મહિનો અને ચાર દિવસ બાદ રાજીનામું આપ્યું છે. જેને લઈને ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. રૂપાણીનું રાજીનામું અનેક માટે ચોંકાવનારું રહ્યું છે. અને હવે નવા મુખ્યમંત્રી કોણ હશે તેને લઈ અટકળો થઈ રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાત્રે વાગ્યે અમદાવાદ આવી રહ્યા છે. અને સંભવત તેઓ કાલે કમલમમાં મળનારી ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહેશે. અને મુખ્યમંત્રીના નામ ઉપર ચર્ચા કરશે. સંભવત નવા મુખ્યમંત્રીનો શપથ વિધિ સમારોહ ૧૩ અથવા ૧૪ સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. ગુજરાતના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા મટે આદેશ કરાયા છે.  ગુજરાતમાં મુખ્યમંત્રીએ રૂપાણીએ રાજીનામું આપતાં હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે તેના ઉપર અનેક ચર્ચાઓ થઈ રહી છે. આવતીકાલ એટલે કે રવિવારે બપોરે બે વાગ્યે કમલમમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે. જેમાં ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ પાટિલ સહીતના અનેક નેતાઓ હાજર રહેશે. અને ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ ઉપર ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે રાત્રે વાગ્યે અમદાવાદ આવી રહ્યા છે. અને તેઓ આવતીકાલે ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેશે અને નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરશે. ભાજપના તમામ ધારાસભ્યોને આવતીકાલ સુધી ગાંધીનગર સુધી પહોંચવા આદેશ કરવામાં આવ્યા છે. આવતીકાલે મળનારી બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ અંગે ચર્ચા કરાશે અને પછી ગમે ત્યારે મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે. ગુજરાત સરકારના મંત્રીઓ પણ આવતીકાલની બેઠકમાં હાજર રહેશે અને પછી ધારાસભ્યોનો મત લઈને નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે.