ગુણોત્સવ-ફી નિયમનના તાયફા કરનારાઓને ટકોર રાજકારણી-સરકારીઅધીકારીના બાળકોને ફરજીયાત ભણાવો સરકારી શાળામાં : તો કચ્છમાં આપોઆપ સુધરી જાય શિક્ષણ

જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા-સરપંચની ચૂંટણી લડવા શૌચાલય નિર્માણ ફરજીયાત કરાયુ છે તેવી જ રીતે રાજકારણીને અન્ય ચૂંટણીઓમાં પણ બાળકો-પૌત્ર-પુત્રીઓને સરકારી શાળામાં ભણાવવાનો ‘પ્રમાણપત્ર’ રજુ કરવો બનાવો ફરજીયાત : સરકારી કર્મીઓના ઈન્ક્રીમેન્ટમાં પણ બાળક સરકારી શાળામાં ભણતો હોવાનુ આધાર સાથે રજુ કરવુ બનાવો અનીવાર્ય

 

ગાંધીધામ : ગુજરાત સરકાર પાછલા લાંબા સમયથી ભાર વિનાનું ભણતર અને મુલ્યનિષ્ઠ શિક્ષાના પ્રયાસો માટે ભગીરથ યોજનાઓ અને આયોજનો કરી રહ્યુ છે. હાલમાં પણ જયારે રાજયભરમાં ગુણોત્સવ યોજવામા આવી રહ્યો છે ત્યારે શિક્ષણની ગુણવત્તા સુધરવાના બદલે સમાચારોની હેડલાઈન તો એ જ બની રહી છે કે પીટીસી કરેલ શિક્ષિકાઓ રાજયના મુખ્યપ્રધાનના નામ શુદ્ધા જાણતા હોતા નથી? તેવી જ રીતે બાળકો પણ નહીવત કહી શકાય તેવા સવાલોના પણ જવાબો આપી શકતા નથી. આવામાં હકીકતમાં જ જો સરકારને શિક્ષણનું સ્તર સુધારવુ હોય તો માત્ર એક જ નિર્ણય કરી દેવાની જરૂર છે. સરકારી શાળાઓમાં ભણતરનું સ્તર સુધારવાની. અને આમ તો જ થાય કે જો સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને રાજકારણીઓના બાળકો-પૌત્ર-પુત્રીઓને સરકારી શાળામાં ભણાવવાનો ફરજીયાત નિયમ બનાવવામ આવે? આજે સવાલ તો અહી એ જ થાય છે કે, ગુણોત્સવ અંતર્ગત જ સરકાર વિવિધ શાળામાં શિક્ષણની સ્તર સુધારવાને માટે ચકાસવાને લઈને રાજયભરના ઉચ્ચ સનદી અધિકારીઓ તથા રાજકીય મહાનુભાવોને વિવિધ છેવાડાની શાળાઓમાં મોકલતા હોય છે. પરંતુ જે અધિકારીઓ શાળાઓમાં શિક્ષણ ચકાસવા જાય છે ગુણોત્સવ અંતર્ગત તેઓને પુછવાની જરૂરી છે કે, તેઓ પૈકીનામાંથી કેટલાના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. આજના ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમના સમયકાળમાં કઈ ખાનગીશાળાઓમાં ભણીને પહોંચ્યા છે ઉચ્ચ હોદાઓ સુધી? આજથી ત્રણ દાયકાઓ પહેલા ખાનગી શાળાઓનું તુત-તરકટ હતુ જ તે કયા? મોટાભાગના ઉચ્ચ હોદાઓ પર બીરાજમાન તત્સમયે ભણ્યા હશે સરકારી શાળામાં..તો પછી આજે કેમ ખસ્તા હાલત..?હકીકતમાં ભાર વિનાનું ભણતર અથવા તો મુલ્યનિષ્ઠ શીક્ષણ બનાવવા માટેના પ્રયાસો કરતા હોવાન દેખાવ કરતી સરકારે સૌ પ્રથમ તો સરકારી અધિકારીઓ અને રાજકારણીઓના બાળકોને સરકારી શાળામાં ફરજીયાત ભણાવવાનો આદેશ કરવો જોઈએ. જે રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા-સરપંચની ચૂંટણી લડવા શૌચાલય નિર્માણ ફરજીયાત કરાયુ છે તેવી જ રીતે રાજકારણીને અન્ય ચૂંટણીઓમાં પણ બાળકો-પૌત્ર-પુત્રીઓને સરકારી શાળામાં ભણાવવાનો ‘પ્રમાણપત્ર’રજુ કરવો ફરજીયાત બનાવવુ જોઈઅ. સરકાર કર્મીઓના ઈન્ક્રીમેન્ટમાં પણ બાળક સરકારી શાળામાં ભણતો હોવાનુ આધાર સાથે રજુ કરવુ બનાવો અનીવાર્ય. જો આટલુ માત્ર કરાય તો ‘ગુણોત્સવ’ના તાયફાઓ કરવાની કોઈ જ ન રહે જરૂર. જાણકારવર્ગની વાત માનીએ તો ફી નિયમનને માટે પણ મથી રહેલા વાલીઓને આપોઆપ મળી જાય રાહત. સરકારી શાળાઓમાં તો ફીનું ધોરણ જ છે નહીવત સમાન. આ તો વાલીઓ-માવતર એકબીજાની દેખાદેખીમાં જ ખાનગી શાળાઓને બળ આપી રહ્યાની સ્થિતી સર્જાયેલી છે.