ગુજરાત સુશાસનની દિશામાં આગળ વધી રહ્યું છે : વાસણભાઈ આહિર

હારિજ ખાતે રાજયમંત્રી વાસણભાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યુંં

 

હારિજઃ પાટણ જીલ્લાના હારિજ ખાતે આજે રાજયના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના રાજયમંત્રી વાસણભાઈ આહીરે ત્રીરંગો રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવ્યું હતું.
હારિજ ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહીરે જીલ્લાના નાગરીકોને સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. અને નાગરીકોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે રાજયમાં સર્વાંગી વિકાસના કામો કરીને ગુજરાત સુશાનની દિશામાં આગળ વધી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસના જે પાયા નાખ્યા છે તેના ઉપર ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીની પ્રગતિશીલ રાજય સરકારે ગ્રામજનો યુવાનો મહિલાઓ વન બંધુઓ વંચિતો ખેડુતો સૌ કોઈના સમતોલ વિકાસની ઈમારત ઉભી કરી છે.
તેમણે જણાવ્યું હતું કે રાજયના વિકાસ માટે વિકાસની ભાવનાથી મુખ્યમંત્રીએ ગુજરાતની પ્રગતિનો આગવો નકશો કંડાર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રગતિશીલ સરકારના પ્રણેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના ગૌરવ દિનથી રાજયભરમાં આરંભ કરેલા સુજ્જલામ સુફલામ જળસંચય અભિયાનમાં ગુજરાતની વિરાટ જન શક્તિ સ્વયંભુ જોડાઈ તેના પરિણામે જળસંચયનું વિરાટ કાર્ય સંપન્ન થયું હતું.