ગુજરાત સાથે કનેકશન ધરાવતી આંતરરાષ્ટ્ર્રીય હવાલા ગેંગ પકડાઈ

 નવી દિલ્હી : નેપાળમાં મની લોન્ડ્રિંગના આરોપમાં પોલીસે ત્રણ શખસોની  ધરપકડ કરી. નેપાળના વિરાટનગર મેટ્રોપોલિટન રોડ પર શેષ ચોક પાસે વાહન ચેકિંગ દરમિયાન આ શખસો પોલીસના હાથે ઝડપાઈ ગયા. ધરપકડ કરાયેલી હવાલા ગેંગના તાર ભારતના જુદા-જુદા શહેરો સાથે જાેડાયેલા હોવાના ઘણા દસ્તાવેજ નેપાળ પોલીસે જ કર્યા છે. તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. ભારત-નેપાળને જાેડતા મુખ્ય માર્ગ મેટ્રોપોલિટન રોડ પર શેષ ચોક પાસે મોરગં જિલ્લા પોલીસ લોકડાઉનને લઈને બંદોબસ્તમાં તૈનાત હતી. એ દરમિયાન કરવામાં આવી રહેલી તપાસમાં નેપાળના વિરાટનગરમાં રહેતા શ્રવણ શાહ પાસેથી ૨૧,૭૧,૫૦૦ નેપાળી પિયા મળી આવ્યા હતા. તેની સાથે રહેલી ૨૫ વર્ષની જિજ્ઞાસા ચૌધરી પાસેથી ૨૩ હજાર પિયાની ભારતીય કરન્સી મળી હતી.નેપાળ અને ભારતીય મુદ્રા સાથે પકડાયેલા બંનેને પોલીસ મોરંગા જિલ્લાના પોલીસ હેડકવાર્ટરમાં લઈ ગઈ હતી. બંનેની પૂછપરછમાં ઘણી મહત્વની જાણકારી પોલીસને મળી છે. તેમની પૂછપરછમાં  નેપાળના વિરાટનગરમાં જ રહેતા ૩૩ વર્ષના અમૃતકુમાર શાહનું નામ ખૂલ્યું હતું. પોલીસે અહીં દરોડો પાડી મોબાઈલ, જુદી-જુદી બેંકોના કેશ વાઉચર, ડિપોઝિટ રસીદ સહિત હવાલા રેકેટ સાથે સંલ અન્ય દસ્તાવેજાે જ કર્યા હતા.