ગુજરાત સહિતના રાજ્યમાં રોકડ કટોકટી : લોકો હેરાન

નોટબંધી વેળા જેવી હાલત થઇ હતી તેવી સ્થિતી ફરીથી ઉભી થવા જઇ રહી છે : જમાખોરીના કારણે કટોકટી છે

કેશની કટોકટી મુદ્‌ે કેન્દ્ર-આરબીઆઈ ઘટતું કરે : નીતીનભાઈ પટેલ
ગાધીનગર : દેશના આઠ રાજયોમાં કેસની કટોકટની સ્થિતી સર્જાવવા પામી ગઈ છે ત્યારે આજ રોજ નીતીનભાઈ પટેલ દ્વારા આ મામલે પ્રતીક્રીયા આપી હતી અને ગુજરાત સરકાર દ્વારા રાજયને વધુ નાણા ફાળવવામા આવે તે બાબતે કેન્દ્ર સરકારને તથા આરબીઆઈને રજુઆત કરવામા આવી હોવાનુ નીતીનભાઈ પટેલ દ્વારા જણાવાયુ હતુ.તેઓએ કહ્યુ હતુ કે, રાજયમાં પાછલા એક સપ્તાહથી રોકડ મામલે કટોકટીની સ્થિતી છે અને તેનાથી કેન્દ્ર અને આરઈબીઆઈને અવગત કરવામા આવ્યા છે.

 

મુંબઇ : ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ફરી એકવાર રોકડ કટોકટી જોવા મળી રહી છે. રોકડ કટોકટીના કારણે લોકો પરેશાન દેખાઇ રહ્યા છે. નોટબંધી વેળા દેશભરમાં લોકોને લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. હજુ એ દિવસો દુર થયા નથી ત્યારે ફરી એકવાર વિકટ સમસ્યા સર્જાઇ રહી છે. આંધ્રપ્રદેશ, તેલંગણા અને મધ્યપ્રદેશમાં પણ રોકડની કટોકટી હવે જોવા મવી રહી છે. જુદા જુદા વિસ્તારોમાં એટીએમમાં પૈસા નથી તેવા બોર્ડ લાગી ગયા છે. એટીએમ પર આવા બોર્ડના કારણે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોની સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં લોકોની હાલત વધારે ખરાબ થઇ રહી છે. પૂર્વીય મહારાષ્ટ્ર, બિહાર અને ગુજરાતમાં પણ કેશની કટોકટી જોવા મળી રહી છે. નોટબંધી બાદ મોટા પાય.ે નોટો સર્કુયલેશનમાં આવી ગયા બાદ કેશની આ કટોકટી ચિંતા ઉપજાવે તેવી છે. નોટબંધી બાદ આશરે પાંચ લાખ કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટ બજારમાં લાવવામાં આવી હતી. જેના કારણે આ સમસ્યા મોટા ભાગે દુર થઇ ગઇ હબતી. પરંતુ હવે ફરી એકવાર રોકડ કટોકટી સર્જાઇ રહી છે. આ સંબંધમાં બેંકોનુ કહેવુ છે કે આ સકંટ જમાખોરીના કારણે સર્જાયુ છે. આરબીઆઇના ડેટા મુજબ છઠ્ઠી એપ્રિલના દિવેસ ૧૮.૨ લાખ કરોડ રૂપિયાની કરેન્સી સર્કુયલેશનમાં હતી. આ આંકડો નોટબંધી પહેલા જે સ્થિતી હતી તેટલો હતો. નોટબંધી બાદ ફરી એકવાર કેશ પુરવઠો પહેલા જેવો થઇ ગયો હતો. ત્યારબાદ ડિજીટાઇજેશનના કારણે આનો ઉપયોગ પણ ઓછો થઇ ગયો હતો. પરંતુ કરેન્સીની અછત ચિંતા ઉપજાવે તેવી છે. આંધ્રપ્રદેશ અને તેલંગણામાં માર્ચમાં આ ફરિયાદ ઉઠી હતી. એ વખતે એવા હેવાલ આવ્યા હતા કે ફાયનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ બિલને લઇને ભ્રમની સ્થિતી સર્જાઇ હતી. જેથી નાણાં જમા કરનાર લોકોએ નાણાં ઉપાડી લીધા હતા. ગયા વર્ષની તુલનામાં વર્ષ ૨૦૧૮માં વિડ્રોલમાં ૧૦.૩ ટકાનો વધારો થયો છે.