ગુજરાત સરકાર ખેડૂતોના વિકાસ માટે સદાય સજજ : વાસણભાઈ આહીર

મુંદરા એપીએમસી મધ્યે શાકભાજી-ફળફળાદીની મહત્વકાંક્ષી સુવિધાના કામનો લોકાર્પણ : કચ્છીમંત્રી-સાંસદ સહિતના મોભીઓ રહ્યા વિશેષ ઉપસ્થિત

મુંદરા : શહેરની શાકમાર્કેટના કામકાજમાં ભારે તકલીફ થતી હતી. સવારના સાંકળી રસ્તાથી ભારે અવાર જવર તેમજ ગાય આંખલાના ત્રાસથી ભયના વાતાવરણ વચ્ચે વરસોથી શાકભાજીનું કામ થતુ હતું. ત્યારે મુંદરા એપીએમસી અને હોલસેલરના વ્યાપારીને સાથે લઈને નાના કપાયામા આવેલ એપીએમસી યાર્ડ મધ્યે શાકભાજી ફળફળાદીનું સુવ્યવસ્થિત કામ થાય તેવા ઉમદા હેતુથી એપીએસમીના ચેરમેન જામ સાહેબ અને ડાયરેકટરો ના પ્રયાસથી ગુજરાત રાજયના સદાબહાર મંત્રી વાસણભાઈ આહીરના શુભ હસ્તે શ્રીફળ વધાવી ઉદઘાટન કરાવ્યુ હતુ.
આ પ્રસંગે વાસણભાઈએ એપીએમસીના ચેરમેન મહેન્દ્રસીંહ જાડેજા અને ડાયરેકટરોને શુભકામના આપી નવપ્રયાસને વધાવ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે કેન્દ્ર રાજય સરકાર હમેશા ખેડુતો સાથે છે. એક સમય હતો મુંદરામાં કોઈ ખાસ સુવિધાઓ ન હોતી પણ ઉદ્યોગના આવવા બાદ મુંદરા ઝડપથી સિગાપુર બનવા જઈ રહ્યુ છે. રાજય કેન્દ્ર સરકારે ખેડુતોને ૭૦ ટકા સહાય આપે છે. અનેક યોજનાઓ સરકાર દ્વારા લોકો સુધીપહોંચી રહી છે. વાસણભાઈ આહીરે કહ્યુ હતુ કે મુદરાની પ્રજા બુદ્ધીશાળી છે.અહીની પ્રજા બહુ સારી રીતે ઓળખે છે. એટલે જે માંડવી મુંદરા માટે મજબુત અને કામ કરનાર લોકપ્રીય વિરેન્દ્રસીંહ જાડેજાને ચુંટયા તે બદલ હું મતદારોનો ખાસ આભાર વ્યકત કરૂ છુ. મારા લાયક કોઈ પણ કાર્ય હોય તો અચુક યાદ કરજો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ખેડુતો માટે કેન્દ્ર રાજય સરકાર સક્ષમ રીતે ઉભો છે. વધુમાં ફળ ફળફળાદી અને શાકભાજી માટે મુેંદરા એપીએમસી દ્વારા જે માર્કેટ યાર્ડ બનાવ્યુ તે બદલ ખાસ અભિનંદન ભાજપની સરકારે ખેડુતો માટે હમેશા સહકાર આપે છે. સરકારની અનેક યોજના આ છે જેમા ટપક પદ્વતીથી ખેતી થાય છે હાલ દાડમ ખારેકનું ખાસ ઉત્પાદન થાય છે.
એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જામ સાહેબ ખાસ હોલસેલ શાકભાજી ફળફળાદીના વ્યવસાય કરતા ભાઈઓનો સહકાર આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો. આ યાર્ડમાથી ઘણી વસ્તુ એકસપોર્ટ-ઈમ્પોર્ટ થઈ છે.
આ અવરસે મંત્રી વાસણભાઈ આહીરનું સન્માન ચેમેન મહેન્દ્રસ્હ જામના હસ્તે કરાયુ હતુ. તેમજ સાંસદ વિનો ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, છાયાબેન ગઢવી, કૌશલ્યાબેન માધાપરીયા, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ગોપાલભાઈ ધુવા, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઈ ટાપરીયા, ગંગાબેન વગેરેનું સન્માન કરાયુ હતુ. આ પ્રસંગે એપીએમસીના રાજેન્દ્રસિહ જાડેજા, હઠુભા જાડેજા, પુનશી ગઢવી, ખુશ્બુ શર્મા, લતાબેન ગજજ, માંડવીના સુજાતાબેન ભાયાણી, કીર્તીગોર, જયેશ આહીર, માંડવી, અંજાર, ભચાઉના ડાયરેકટરો ખાસ હાજર રહ્યા હતા. અને દીપપ્રાગટય કર્યો હતો અને સન્માનીત કરાયા હતા. આ પ્રસંગેરવાભાઈ આહીર મુંદરા, ધમેન્દ્રભાઈ જેસર, ધનજીભાઈ ધેડા, માંડણ રબારી, રમેશ ચોથાણી, સુરેશ સંધાર, મહીમપ સિંહ જાડેજા, ભાઈલાલ ચોથાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.