ગુજરાત સરકારનો બોર્ડની પરીક્ષાઓ મુદ્દે મોટેા નિર્ણય : ધો.૧૦-૧રની પરીક્ષા મોકુફ :૧થી૧૧ને માસ પ્રમોશન

  • રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વિજયભાઈની સંવેદના ફરી ઝળકી

૧પથી રપમી દરમ્યાન યોજાનારી હતી પરીક્ષા : મે માસમાં ફરીથી બેઠક મળશે : એકાદ પખવાડીયાની વિદ્યાર્થીઓને તૈયારીઓનો સમય મળે તે અનુસાર નવી તારીખોની કરાશે જાહેરાત

ગાંધીનગર : રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષાઓ જે આગામી ૧૦મી મેથી ૨૫મી મે સુધી યોજાવાની હતી તે કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હાલ પૂરતી સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે આગામી તારીખ ૧૫મી મે ના રોજ કોરોના સંક્રમણ સ્થિતિની પુનઃસમીક્ષા કરીને આ પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે.આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરિક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા ૧૫ દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે એવો પણ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને પરિણામે રાજ્યમાં ધોરણ-૧ થી ૯ અને ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.ગઈકાલે સીબીએસસી દ્વારા ધો.૧૦ બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો હતો તે વચ્ચે જ હવે ગુજરાત સરકાર દ્વારા પણ રાજયમાં ધો.૧૦ અને ૧રમા બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દેવાનો નિર્ણય લેવાઈ ગયો છે તો વળી ધો. ૧થી ૯ અને ધો.૧૧માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાઈ ગયો છે. નોધનીય છે કે, ગઈકાલે સીબીએસસીની ધો.૧૦ની પરીક્ષા રદ કરવામા આવી હતી અને ધો.૧રની પરીક્ષાઓની વિચારણાઓ ચાલી રહી હતી ત્યારે ગુજરાત બોર્ડને લઈને લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ થતી હતી અને ગુજરાતમાં પણ આ પરીક્ષાઓ રદ કરાયા અથવા સ્થગિત કરાય તેવી માંગ થતી હતી. જે અનુસાર જ હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નીર્ણય લઈ લેવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. હવે પછી પરીક્ષાઓ કયારે લેવામા આવશે તે મામલે એકાદ પખવાડીયા પહેલા જાહેરાત કરવામા આવી શકે છે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે.