ગુજરાત સરકારની હાર્દિકને મોટી રાહત

નીતીનભાઈ પટેલે કેસો પરત ખેંચવાની સત્તાવાર રીતે કરી જાહેરાત

ગાંધીનગર ઃ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને રાહત આપવાનું મુડ બનાવી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બાબતે નીતીન પટેલ દ્વરા સત્તાવાર રીતે જાહેરાત કરી છે. રાજય સરકાર દ્વારા અગાઉ પણ ૧૦૯ જેટલા કેસો પાછા ખેંચી લેવામા અવ્યા છે. ગત રોજ તેની સામેનો રાજદ્રોહનો કેસ પરત ખેચં લેવામા આવ્યો છે. તેની સામે મહત્વના કેસો, સરકારી મિલ્કતોમાં તોડફાડ કરવી અને આગજની કરવી સહિતના જે કેસો પાટીદાર નેતાઓ સામે નોંધાયેલા છે તે કેસો પરત ખેંચવામા આવી શકે છે તેવી જાહેરાત આજ રોજ સત્તાવાર રીતે નીતીનભાઈ પટેલ દ્વરા કરવામા આવી છે. હાર્દીક અને દિનેશ સહિતનાઓની સામે જે રાષ્ટ્રદ્રોહના કેસો છે તે પરત ખેંચવા સરકારની સત્તામાં ન હોવાથી નહી ખેંચી શકાય પરંતુ રેલવેના કેસો બાબતે પણ રેલવે વિભાગ પોતાની રીતે નીર્ણય કરશે. બંધારણના દાયરામાં આવે છે અને રાજયસ સરકાર જેમાં હસ્તક્ષેપ ન કરી શકે તે સિવાયના કેસોમાં હાર્દિક પટેલ અને પાટીદારોને સરકાર વધુ રાહત આપવાની તૈયારીઓ કરી રહી છે.