ગુજરાત સરકારની નવી સૈનિક સ્કુલ નીતીને લીલીઝંડી

ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે કેબીનેટ બાદ આપી માહીતી : સૈનિક સ્કુલ સ્થાપવા ઈચ્છુક  સંસ્થાઓને રૂપીયે ટોકન અપાશે જમીન

 

ગાંધીનગર : ગુજરાતના યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના વધુને વધુ બળવત્તર બને અને દેશદાજની લાગણી વધુ વિકસે તેવા ઉદેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા આજ રોજ એક નવી નીતીને લીલીઝંડી આપવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આજ રોજ મળેલી રાજયની કેબીનેટની બેઠક બાદ રાજયના ઉપમુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલ દ્વારા આપવામા આવેલી માહીતી અનુસાર ગુજરાતમાં નવી સૈનિક નીતી બહાલ કરવમા આવી છે.  આ પોલીસ અનુસાર રાજયમાં કોઈ પણ સંસ્થા સૈનિક સ્કુલની સ્થાપના કરવા ઈચ્છુક હશે જેમાં સૈનિકોને તૈયાર કરવામા આવે, તામીમ અપાય તેવી સક્ષમ સંસ્થાઓની પસંદગી કરી અને તેઓને રૂપીયે ટોકન જમીન આપવામા આપવાનુ ગુજરાત સરકારે નિર્ધારીત કરેલ છે. એટલુ જ નહી પરંતુ અહી અભ્યાસ કરનારા છાત્રોને રૂપીયા ૩૦ હજાર સબસીડી પણ આપવામા આવશે. તો વળી ગુજરાતમાં આવી સ્કુલની વેરાવળ દરીયાપટ્ટામાં પ્રથમ તબક્કે આરંભ કરવામા આવશે તે પછી તબક્કાવાર સક્ષમતાના આધારે સંસ્થાઓની પસંદગી કરવામા આવશે. હયાત સૈનિક સ્કુલને પણ પ્રોત્સાહીતકરવા માટે ત્યા અભ્યાસ કરી રહેલા બાળકોને ૩૦ હજાર રૂપીયા સબસીડી આપવામા આવશે.