ગુજરાત સરકારની કેબીનેટ બેઠકમાં ચોમાસા મુદ્દે મંથન

જળ અભિયાનની કામગીરીની સમીક્ષા,સંભવત વાવાઝોડાની સ્થિતી સામે અગમચેતી, ગૌશાળા સંચાલક, વાયબ્રન્ટ સમીટ, લોકસભાની ચૂંટણી સહિતન મુદ્દાઓ છવાયા

 

ગાંધીનગર : રાજય સરકારની આજ રોજ કેબીનેટ બેઠક યોજવામા આવી છે. વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજયમાં પીવાના પાણીની સ્થિતી અંગેની સમીક્ષા થવા પામી હોવાનુ સામે આવી રહ્યુ છે. આજની બેઠકમાં સુજલામ સુફલામ જળ સંચય અભીયાનની પણ સમીક્ષા કરી હતી. તો જુનથી શરૂ થનારા ચોમાસાની ઋતુ અંગે પ્રઝન્ટેશન રજુ કરાયુ છે.
જયારે વર્ષ ર૦૧૯માં થનારી વાયબ્રન્ટ ગુજરાતની તૈયારીઓ મામલેે પણ પરામર્શ કરવામા આવ્યા છે. સાથોસાથ જ વિવિધ યોજનાઓ અને નીતી વિષયક બાબતો અંગે પણ સમીક્ષા કરવામા આવી હતી.લોકસભાની ચૂંટણીને લઈને પણ આજની કેબીનેટ બેઠકમાં જરૂરી પરામર્શ કરવામા આવ્યા હતા. ગૌશાળા સંચાલકોના વિવાદ પર પણ સમીક્ષા કરવામા આવી હીત. મહત્વનુ છે કે ઉતર ભારતમાં હાલ વાવાજોડાની સ્થિતી છે. તેને જોતા પણ ગુજરાતમાં આવી કોઈ પણ સ્થિતી ન બને તે અંગે ચર્ચા કરવામા આવી હતી.