ગુજરાત સરકારના રાજયમંત્રી વાસણભાઈ આહીરનો આજે જન્મ દિવસ

૬૧મા વર્ષમાં મંગલ પ્રવેશ : ઠેરઠેરથી મળી રહેલા અભિનંદન તથા શુભેચ્છાઓ

 

અંજારઃ ગુજરાત સરકારના રાજયમંત્રી અને અંજારના ધારાસભ્ય તથા અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યકારી પ્રમુખ એવા વાસણભાઈ ગોપાલભાઈ આહીર આજરોજ ૬૦ વર્ષ પુર્ણ કરી ૬૧માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મુળ રતનાલ, તા.અંજારમાં તા.૩૦-૦૭-૧૯પ૮ના રોજ જન્મેલા વાસણભાઈ આહિરનો વ્યવસાય ખેતી અને ટ્રાન્સપોર્ટનો છે તેઓ ગામમાં સતત ર૦ વર્ધ સુધી બીનહરીફ સરપંચ પદે રહેલા અને રતનાલ ગ્રામ પંચાયતને સર્વશ્રેષ્ઠ ગામનો એવોર્ડ અપાવવામાં તેમનો મુખ્ય ફાળો હતો. તેઓએ ૧૯૯પ તથા ૧૯૯૮ સતત બે ટર્મ સુધી અંજાર મત વિસ્તારનું ધારાસભ્ય તરીકે પ્રતિનિધીત્વ કરેલ હતુ તથા તેઓએ ર૦૦૭ થી ર૦૧ર સુધી ભુજ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કરેલ હતું આ ઉપરાંત દીલ્હી અને મુંબઈ કક્ષાએ બેસ્ટ સીટીઝન એવોર્ડ તથા મીલેનીયમ ધારાસભ્ય એવોર્ડ વગેરે તેમને મળેલ છે. વાસણભાઈ આહીરે ર૦૦૭ થી ર૦૧ર સુધી નરેન્દ્રભાઈ મોદીના મંત્રી મંડળમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ ખાતામાં રાજયમંત્રી તરીકે સેવા પણ આપેલ હતી.
આજે તેમના જન્મ દિવસ પ્રસંગે કચ્છના પ્રભારી મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા મંત્રી મંડળના અન્ય સભ્યો, કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, કચ્છ જીલ્લા ભાજપના પ્રભારી બિપીનભાઈ દવે, પુર્વ મંત્રી તારાચંદભાઈ છેડા, ધારાસભ્યો નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, નિયતીબેન પોકાર, તથા ભાજપના અગ્રણીઓ અરજણભાઈ રબારી, શૈલેન્દ્રસિંહ જાડેજા, વલમજી હુંબલ, અનિરૂદ્ધભાઈ દવે, ભરતભાઈ શાહ, મધુકાંત શાહ, ગોવિંદભાઈ કોઠારી, રાજુભાઈ પલણ, પુષ્પાબેન ટાંક, સંજય દાવડા, લવજીભાઈ સોરઠીયા, કેશુભાઈ સોરઠીયા, ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ડેની શાહ, શામજીભાઈ સિંધવ, પ્રકાશ કોડરાણી, અનિલ પંડયા, શંભુભાઈ આહીર, ગોવિંદભાઈ ડાંગર, જયોત્સનાબેન દાસ, બાબુભાઈ મરંડ, હરેશભાઈ ભંડેરી, ધનજીભાઈ ભુવા, મશરૂભાઈ રબારી તથા વિવિધ મોરચાના હોદેદારો, ભાજપના કાર્યકર્તાઓ તથા સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી તેઓના મિત્ર વર્તુળમાંથી શુભેચ્છાઓ મળી રહે છે. વાસણભાઈના જન્મ દિવસ પ્રસંગે ભુજ, અંજાર, ગાંધીધામ તથા કચ્છના અન્ય તાલુકા મથકોએ આવેલી સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને ફ્રુટનું વિતરણ કરવામાં આવશે. વાસણભાઈ પોતાના જન્મ દિવસની ઉજવણી જીવનપ્રભાત કેન્દ્ર ગાંધીધામના વિદ્યાર્થીઓ સાથે રહીને કરશે તેવું શૈલેષ પટેલની યાદીમાં જણાવાયું છે.