ગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાતગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરીષદ યોજી કરાઈ ઘોષણા

આજથી આદર્શ આચારસંહીતા લાગુ : વિકાસલક્ષી યોજનાઓ-જાહેરાતો કરવા પર આજથી લાગ્યો બ્રેક : તટસ્થ અને પારદર્શક ચૂંટણી યોજવા માટે ઈસી તમામ મોરચે સજજ હોવાનો કરાયો દગાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રખાશે ચૂસ્ત બંદોબસ્ત : ૩ર૦ કંપની પેરામીલટ્રી ફોર્સની તથા પપ હજાર ગુજરાત પોલીસના જવાનો રહેશે તૈનાત

રાજયમાં બે તબક્કામાં યોજાશે મતદાન

નવી દિલ્હી : • પ્રથમ તબક્કાની ચૂંટણી તા.૯/૧૨/ર૦૧૭.જયારે • બીજા તબક્કાની ચૂંટણીતા.૧૪/૧૨/ર૦૧૭.ના યોજાશે •  તો ૧૮મી ડીસેમ્બર ર૦૧૭ના ફેંસલો(કાઉન્ટીંગ) ઃ ગુજરાત-હિમાચલની સાથે જ થશે મતગણતરી

ગુજરાત ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ
• પ્રથમ તબક્કો ઃ  ૦૯/૧ર/ર૦૧૭• બીજા તબક્કો :  ૧૪ /૧ર/ર૦૧૭• મતગણતરી ઃ ૧૮/૧ર/ર૦૧૭

કચ્છ સહિત રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૯મી ડીસે.ના ચૂંટણીકચ્છની છ સહિત ગુજરાતની ૮૯ બેઠકો પર  ર.૧ કરોડ મતદારો ૯મી કરશે વોટીંગઅમદાવાદ : આજ રોજ ઈસી દ્વારા ગુજરાતમાં એલાનએ જંગની જાહેરાત કરી દેવામા આવી છે.અ ને આજ રોજ કરાયેલી જાહેરાત અનુસાર કચ્છ સહિત ૧૯ જિલ્લાઓમાં ૯મી ડીસે.ના ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાશે. કચ્છની છ સહીત રાજયની  ૮૯ બેઠકો પર  ર.૧ કરોડ મતદારો ૯મી કરશે વોટીંગ.

પ્રથમ તબક્કાનો કાર્યક્રમ•

જાહેરનામાની તા.૧૪/૧૧/ર૦૧૭ • નામાંકનની અંતીમ તારીખ ર૧/૧૧/ર૦૧૭ • ફોર્મ ચકાસણી તા રર/૧૧/ર૦૧૭ • ફોર્મ પરત ખેંચવાની તારીખ ર૪/૧૧/ર૦૧૭

બીજા તબક્કાનો કાર્યક્રમ• જાહેરનામાની તા. ઃ ર૦/૧૧/ર૦૧૭ • નામાંકનની અંતીમ તારીખ ર૭/૧૧/ર૦૧૭ • ફોર્મ ચકાસણી ર૮/૧૧/ર૦૧૭ • ફોર્મ પરત ખેચવાની  તા. ૩૦/૧૧/૨૦૧૭

પ્રથમ તબક્કામાં કયા થશે મતદાન?

નવી દિલ્હી ઃ આજ રોજ ઈસી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરાઈ છે એ બે તબક્કામાં ચુંટણીઓ યોજાનાર છે ત્યારે પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કચ્છ, સેરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સામેનાથ, ભાગનગર,  બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત,તાપી, નવસારી,વલસાડ, જિલ્લાઓનો સમાવેશ થાય છે.

બીજા તબક્કામાં કયા થશે મતદાન?નવી દિલ્હી ઃ આજ રોજ ઈસી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરાઈ છે એ બે તબક્કામાં ચુંટણીઓ યોજાનાર છે ત્યારે બીજા તબક્કામાં ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડેદરા અને છોટા ઉદેપુર,નો સમાવેશ થાય છે.

ઈસી એ.કે.જાતીની કોન્ફરન્સની વિશેષ જાહેરાત• ગુજરાતમાં ૪.૩૩ કરોડ મતદાતાઓ કરશે મતદાન • તમામને ૭ દીવસ પહેલા વોટર સ્લીપ અપાશે• કુલ્લ મતદાન મથકોની સંખ્યા પ૦,૧ર૮ રહેશે • રર જાન્યુઆરી સુધી વિધાનસભાનો છે કાર્યકાળ • દીવ્યાંગો માટે મતદાન મથકો પર કરાશે ખાસ વ્યવસ્થા • દરેક મતદાન મથક પર મતદાર મદદનીશ બુથ મુકાશે • મતદાન મથકોમાં મતબુથની ઉંચાઈ વધશે • તમામ મતદાન મથકોમાં વીવીપેટનો થશે ઉપયોગ • મતદારો પોતાનો મત કયા ગયો તે વીવીપેટના માધ્યમથી જાઈ શકશે • આજથી ગુજરાતમાં ચૂંટણી આદર્શ આચારસંહતા લાગુ • કેન્દ્ર સરકાર પર પણ આદર્શ આચારસંહતા લાગુ • સીસીટીવી કવરેજ, વીડીયો ગ્રાફી, ડીજીટલ કેમેરા સહિતનો પારદૃશક ચૂંટણી માટે કરાશે • મતદાનની પણ કરાશે વીડીયોગ્રાફી • ૧૦ર મતદાન મથક પર મહીલા સ્ટાફ રહેશે તૈનાત •  ચૂંટણી રેલીઓની થશે વીડીયો રેકોડીગ થશે ઃ અતિ સંવેદનશીલ મથકો પર સીઆરપીએફના જવાનો તૈનાત કરાશે •  • બોર્ડર ચેકસપોસ્ટ પર સીસીટીવીથી સર્વેલન્સગુજરાતી ભાષામાં માર્ગદર્શિકા પણ મુકાશે • ઉમેદવાર ર૮ લાખ સુધીનો કરી શકશે ખર્ચ• ચૂંટણી ખર્ચ માટે વિશેષ ખાતાઓ રાખવના રહેશે • ખર્ચનો હિસાબ ૩૦ દીવસમાં રજુ કરવાનો રહેશે • પેઈડન્યુઝ મામલે ચૂંટણપંચ સખ્તાઈ દાખવશે •  ઉમેદવરાના તમામ વિજ્ઞાપનો-જાહેરાતો પર રહેશે નઝર • મતદાન કુટીરની ગુપ્તા માટે રખાશે ખાસ વ્યવસ્થા •દરેક વિધાનસભામા મહીલા સંચાલીત એક મતદાન મથક મુકાશે •  ટીવી-સિનેમામાં અપાતી જાહેરાતો પર પણ રખાશે નજર • મતદારોને ફરીયાદ માટે મોબાઈલ એપ મુકાશે • નવા પ્રયોગમાં વીવીપેટ-આરઆનેટ, ઈપેમેન્ટ(જીએસટી), વ્હીકલ મેનેજમેન્ટ સીસ્ટમ લાગુ  કરાશે

 

ગુજરાતમાં ઈસીના પ્રથમ પ્રયોગ ઃ ટેકનોલોજીનો થશે વિશેષ ઉપયોગગુજરાત ચૂંટણીમાં પ્રથમ વખત જ  વીવીપેટ સ્લીપનું પણ થશે કાઉન્ટીંગ ઃ આરઓ નેટ સોફટવેરનો થશે વિશેષઆભાર – નિહારીકા રવિયા  ઉપયોગ ઃ ચૂંટણીખર્ચ- કેસ જપ્તી સહિતની માહીતીઓ આરઓ નેટ પર કરાશે સંકલિતનવી દિલ્હી ઃ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીઓની તારીખો આજ રોજ જાહેર કરવામા આવી ચૂકી છે ત્યારે રાજયમાં ઈસી દ્વારા પ્રથમ વખત જ વીશિષ્ટ પ્રયોગો કરવામા આવી રહ્યા હોવાનુ પણ સામે આવ્યુ છે. જે અનુસાર ગુજરાતમાં વીવીપેટ મશીનનો ઉપયોગ તો થશે જ ઈવીએમ સાથે તેને જાડવામા આવશે. પરંતુ તેથીય વિશેષ આ વખતે વીવીપેટ મશીન સ્લીપનું પણ કાઉન્ટીંગ કરવામા આવશે અને પડેલા મતો અને સ્લીપના મતો ટેલી કરવામા આવશે જેથી ઈસીની વિશ્વીસનીયતા પર કોઈ સવાલ ન કરી શકે. તો વળી બીજીતરફ આ વખતે આરઓ નેટ સોફટરનો ઉપયોગ કરવામા આવનાર છે અને તેના મારફતે કેન્દ્ર અને રાજય ચૂંટણીપંચના અધિકારીઓને સાકળવામા આવશે ઉપરાંત ચૂંટણી ખર્ચે, કેશ જપ્તી સહિતની માહીતીઓ પણ અહી જ અપલોડ કરી અને તમામની સાથે શેર કરવામા આવશે.

નવી દિલ્હી ઃ ગુજરાતમાં પાછલા લાંબા સમયથી  જેની આતુરતાપૂર્વક રાહ જાવાઈ રહી હતી તે વિધાનસભાની ચૂંટણી ર૦૧૭ની ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત આજ રોજ અંતે કરી દેવામા આવી છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બપોરે એક કલાકે ગુજરાત વિધાસનભાની ચૂંટણીઓનો વીધીવત કાર્યક્રમ ઘોષીત કરી દીધો છે. ગુજરાતમાં આગામી ર૧મી જાન્યુઆરીના રોજ ગુજરાતની વર્તમાન વિધાનસભાની મુદત પૂર્ણ થવા પામી રહી છે અને હિમાચાલ પ્રદેશની ચૂંટણીની જાહેરાતો બાદ ગુજરાતની ચૂંટણીની જાહેરાત ન કરવામા આવતા ઠેર ઠેરથી આલોચનાઓ થવા પામતી હોવાથી અંતે આજ રોજ કેન્દ્રીય ઈસી દ્વારા ગુજરાતમાં વિધાસનભાની ચૂંટણીઓને લઈને વીધીવત જાહેરાત કરવામા આવી છે.  ઈસીના મુખ્ય ચૂંટણી કમિશ્નર એ.કે.જાતીએ આજ રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે અને તે અનુસાર રાજયમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાય તેવુ આયોજન કરવામા આવ્યુ છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન  તા.૯/૧૨/ર૦૧૭.જયારે બીજા તબક્કાની ચૂંટણીતા.૧૪/૧૨/ર૦૧૭. યોજવામા આવનાર છે.આજ રોજ કેન્દ્રીય ચૂંટણી અધિકારી એ.કે.જાતી દ્વારા પત્રકાર પરીષદ યોજી અને ગુજરાતમાં એલાનએ જંગની ઘોષણા કરી દીધ છે. રાજયમાં નવમી ડીસેમ્બર અને ૧૪મી ડીસેમ્બર એમ બે તબક્કામાં ધારણા અનુસાર જ ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે.અને હિમાચલની સાથે જ ગુજરાતના પરીણામો પણ જાહેર કરવામા આવશે એટલે મતગણતરી આગામી ૧૮મી ડીસેમ્બરના રોજ જયોજવામા આવશે. પ્રથમ તબક્કામાં ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર ચૂંટણીઓ યોજવામા આવનાર છે. રાજયના મતદારો, તેઓ માટેની વ્યવસ્થા, નવા પ્રયોગો, સુરક્ષા વ્યવસ્થા, પારદર્શકતા અને ચૂંટણીની તટસ્થા, વહીવટી તૈયારીઓ સહીતના મામલે આજ રોજ પત્રકાર પરીષદમાં છણાવટ કરવામાઆવી હતી. ચૂંટણી આજ રોજ જાહેર થવાની સાથે જ હવે આદર્શ આચારસંહતા પણ લાગુ પડી જવા પામી ગઈ છે.