ગુજરાત વિધાનસભામાં લોકશાહી શર્મશાર

ધારાસભ્યો વચ્ચે છુટા હાથે મારામારી : પ્રતાપ દુધાતે જગદીશ પંચાલને ફટકાર્યો બેલ્ટ

પ્રજાકીય પ્રતીનીધીઓ દ્વારા ગેરવર્તન : ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો બાખડયા : પ્રતાપ દુધાતને સત્રભર માટે તો વિક્રમ માડમ- અંબરીષ ડેર એક દીવસ માટે સસ્પેન્ડ

અધ્યક્ષ દ્વારા પરેશ ધાનાણી અને શૈલેષ પરમાર સિવાય અન્ય કોગી ધારાસભ્યોને પ્રશ્ન પુછવા ન દેવાતા ગૃહમાં મચ્યો હોબાળો : ગૃહની કાર્યવાહી થઈ બાધીત : આસારામ મુદે સરકારે યોગ્ય જવાબ ન આપ્યો : જિજ્ઞેશ મેવાણી

 

ગાંધીનગર : ગુજરાતની વિધાનસભામાં આજ રોજ ઐતિહાસીક ઘટના ઘટવા પામી ગઈ છે. લોકશાહીને લાછન લગડતી ઘટના બની જવા પામી ગઈ છે. આજ રોજ બજેટ સત્ર દરમ્યાન આજે ધારાસભ્યોની વચ્ચે છુટાહાથની મારામારી થઈ હોવાની શર્મજનક ઘટના બની છે.
આજ રોજ ગુજરાત વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન આમને સામને અવી ગયા હતા. અને બેલ્ટ તથા માઈક એકબીજા પર ફેકી અને છુટા હાથે મારામારી જ કરી દીધી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા આસારામ દુષ્કર્મ કેસ અંગે પુછેલા પ્રશ્નના જવાબ બાદ હોબાળો થયો હતો. આ અંગે ખુદ મેવાણીએ કહ્યુ હતુ કે, બહુજ ખોટુ થયુ છે. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે આ પ્રકારની અથડામણ ગૃહની અંદર કે બહાર ન થવી જોઈએ. નોધનીય છે કે આખી બબાલ મેવાણીના પ્રશ્ન પરથી ઉભો થયો હતો. નીતીનભાઈ પટેલ દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર આપવામા આવ્યો હતો. આસારામ આશ્રમ દુષ્કર્મ મુદેના રીપોર્ટ મુદે મેવાણીએ સવાલ પુછયો હતો અને પછી તેના પર ૧પથી ર૦ મીનીટ સુધી ચર્ચા ચાલતા નીતીન પટેલ દ્વારા પોઈન્ટ ઓફ ઓર્ડર ઈસ્યુ કર્યો હતો.
કોંગ્રેસને પ્રશ્ન પુછવા દેવામા ન આવતા ગૃહમાં હોબાળો થવા પામ્યો હતો. અહી જામખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ અને અંબરીષ ડેર એક દીવસ માટે સસ્પેન્ડ થયા છે તો વળી પ્રતાપ દુધાત સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામ આવ્યા છે. તઓએ જગદી શ પંચાલપર બેલ્ટથી મારામારી કરી હતી. નોધનીય છે કે, ગુજરાતના ગૃહમાં આવ ઘટનાઓ અગાઉ નોધાઈ નથી. ગૃહમાં સર્જાયેલા વરવા દ્રશ્યો બાદ જ અધ્યક્ષને કડકાઈભરી કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને ગૃહની કાર્યવાહી પણ ખોરવાઈ જવા પામી હતી.