ગુજરાત-મુંબઇ-યુપી પર ત્રાસવાદીનો ડોળો

૨૦૧૯ની ચૂંટણી પૂર્વે હાહાકાર સર્જવા ખેલ : ઝડપાયેલા આતંકીનો ઘટસ્ફોટ

મુંબઇ : ભારતમાં ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. આ ચૂંટણીમાં ફિદાયીન હુમલા માટે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ટ્રેનિંગ કેમ્પ બનાવવામાં આવ્યા છે. આ ટ્રેનિંગ કેંપમાં મુંબઇના મિર્ઝા ફૈઝલ ખાનને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. મિર્ઝાને મહારાષ્ટ્ર એન્ટી ટેરેરિઝમ સ્કવોર્ડ (એટીએસ)એ ગત અઠવાડિયે ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર એટીએસ ચીફ અતુલચંદ્વ કુલકર્ણીનું કહેવું છે કે મિર્ઝા સાથે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તેને અને તેના અન્ય સાથીઓને મુંબઇ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ફિદાયીન હુમલાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. મિર્ઝા ફૈઝલ ખાન ૧૯૯૩ના મુંબઇ બોમ્બ બ્લાસ્ટ પછી નાસી છૂટેલા ફારૂખ દેવાડીવાલાના અંડરમાં કામ કરતો હતો. ફારૂકનું ૨૫ વર્ષ પહેલાં થયેલા બ્લાસ્ટમાં ના તો આવ્યું ન હતું પરંતુ તે બ્લાસ્ટમાં સામેલ વધુ એક આરોપી સલીમ કુર્લાની સાથે કામ કરતો હતો. ૧૯૯૩ના મુંબઇ બ્લાસ્ટ દાઉદ ઇબ્રાહિમે કરાવ્યા હતા. સલીમને જયારે બ્લાસ્ટ કેસમાં જામીન મળ્યા, ત્યારે દાઉદના પ્રતિદ્વંદ્વી ગેંગે તેનું મર્ડર કરાવી દીધું. ફારૂક હાલ શારજહાંમાં બેસ્યો છે. તેણે મિર્ઝા ફૈઝલ ખાનને થોડા સમય પહેલાં શારજહાં બ ઓલાવ્યો. ત્યાંથી પછી તેને દુબઇ મોકલ્યો. દુબઇમાં તેની નેરોબી માટે ટિકિટ બુક કરાવી, પરંતુ તેને તે ફલાઇટમાં બેસાડવામાં આવ્યો, જે પાકિસ્તાન થઇને નેરોબી જાય છે. પાકિસ્તાનમાં આઇએસઆઇના લોકોએ તેને કરાંચીમાં ઉતારી લીધો. તેને છ લોકો દ્વારા ત્યાં હથિયાર ચલાવવા અને બોમ્બ બનાવવાની લગભગ ૧૫ દિવસ ટ્રેનિંગ આપવામાં આવી. ત્યારબાદ તેને મુંબઇ મોકલવામાં આવ્યો. મુંબઇમાં તેણે ઘણી જગ્યાએ રેકી કરી. સાથે જ તેણે મહારાષ્ટ્રના એક મોટા રાજનેતાની પણ હત્યા કરવામાં આવી. આ બધા ફિદાયીન હુમલા હજુ એટલા માટે થઇ શકયા નથી, કારણ કે મિર્ઝા ફૈઝલ ખાન સહિત ભારત મોકલવામાં આવેલા ફિદાયીન આતંકવાદીઓને હજુ સુધી હથિયાર મળ્યા નથી. એવું જાણવા મળ્યું છે કે નેપાળના માર્ગે ભારતમાં હથિયાર મોકલવામાં આવ્યા છે, પરંતુ જયાં સુધી મિર્ઝા ફૈઝલ ખાન સુધી તે પહોંચે તે પહેલાં તેની ધરપકડ કરી લેવામાં આવી. તેની ધરપકડના સમાચાર બાદ તેના બે સાથીઓ મુંબઇથી મળ્યા. મિર્ઝા ફૈઝલ ખાને પૂછપરછમાં જણાવ્યું કે પાકિસ્તાનમાં બધા આતંકવાદી સંગઠન યૂનાઇડેટ જિહાદ કાઉંસિલના અંડરમાં કામ કરે છે. આ સંગઠનને આઇએસઆઇનું સમર્થન છે. આ કાઉન્સિલ કયારેક લશ્કર-એ-તૈયબા, કયારેક હિજબુલ, તો કયારેક જૈશ એ મોહંમદ, તો કયારેક ઇન્ડીયન મુજાહિદ્દીનને ભારતમાં હુમલા અથવા બોમ્બ બ્લાસ્ટ કરવાનું કામ આપે છે. કોઇ આતંકવાદી સંગઠનને ભારતના કયું શહેર હુમલા માટે આપવાનું છે, તેના માટે પાકિસ્તનમાં ટોસ ફેંકવામાં આવે છે અને પછી તેને સંગઠનના ટ્રેનિંગ કેમ્પમાં ભારતથી બોલાવવામાં આવેલા અથવા પાકિસ્તાન અથવા બાંગ્લાદેશના યુવકોને આતંકવાદીની ટ્રેનિંગ આપવામાં આવે છે. થોડા દિવસો પહેલાં દિલ્હી પોલીસે પણ પાકિસ્તાનથી ટ્રેનિંગ મેળવેલા કેટલાક યુવકોની ધરપકડ કરી છે. મુંબઇમાં ધરપકડ મિર્ઝા ફૈઝલ ખાનની તે ગ્રુપ સાથે લિંક સામે આવી છે.